અમદાવાદ: કોરોના સામે લડવા IPS અધિકારીએ કવિતા લખી, લોકોને ઘરમાં રહેવા અપીલ

અટલ સમાચાર,ડેસ્ક લોકડાઉન વચ્ચે અનેક લોકો હજુય બહાર નીકળી રહ્યા છે. કેટલાક પોલીસ અધિકારીઓ સોસાયટી અને ફ્લેટમાં જઈને લોકોને મનોરંજન પૂરું પાડે છે. તો કેટલાક અધિકારીઓ પોતાના કર્મ સિવાયની કળા બતાવી લોકોને ઘરમાં રહેવા અપીલ કરી રહ્યા છે. સુરતનાં પીએસઆઇ સી.એચ પનારાએ લોકો માટે ગીત ગાયુ હતુ. તો હવે શહેરના એક આઇપીએસ અધિકારીએ કવિતા લખીને
 
અમદાવાદ: કોરોના સામે લડવા IPS અધિકારીએ કવિતા લખી, લોકોને ઘરમાં રહેવા અપીલ

અટલ સમાચાર,ડેસ્ક

લોકડાઉન વચ્ચે અનેક લોકો હજુય બહાર નીકળી રહ્યા છે. કેટલાક પોલીસ અધિકારીઓ સોસાયટી અને ફ્લેટમાં જઈને લોકોને મનોરંજન પૂરું પાડે છે. તો કેટલાક અધિકારીઓ પોતાના કર્મ સિવાયની કળા બતાવી લોકોને ઘરમાં રહેવા અપીલ કરી રહ્યા છે. સુરતનાં પીએસઆઇ સી.એચ પનારાએ લોકો માટે ગીત ગાયુ હતુ. તો હવે શહેરના એક આઇપીએસ અધિકારીએ કવિતા લખીને લોકોને ઘરમાં રહેવા સૂચના આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં સેકટર 2માં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા શાંત અને કડક અધિકારીની છાપ ધરાવતા નિપુણા તોરવણેએ હાલ ચાલી રહેલા લૉકડાઉનનાં અમલ વચ્ચે એક કવિતા લખી છે. લોકો હજુય ઘરની બહાર નીકળી રહ્યા છે. પોલીસ દિવસ રાત રોડ પર બંદોબસ્ત કરી રહી છે. પણ આ કોરોના વધુ ન ફેલાય તે માટે આઇપીએસ નિપૂણા તોરવણેએ કલમનો સહારો લીધો છે. તેમનું માનવું છે કે, લોકો પાસે હમણાંથી ટીવી અને મોબાઈલ સિવાય મનોરંજનનું કોઈ સાધન નથી. જેથી પોલીસ તેમને મનોરંજન પણ પૂરું પાડી રહી છે. તેમને જણાવ્યું, કે લોકો ઘરમાં રહે તે માટેની અપીલ આ કવિતા થકી કરવામાં આવી છે.

અમદાવાદ: કોરોના સામે લડવા IPS અધિકારીએ કવિતા લખી, લોકોને ઘરમાં રહેવા અપીલ

લખેલી કવિતા

આઇપીએસ નિપુણા તોરવણેએ લખેલી કવિતામાં લખ્યું છે કે, કોરોનાને હરાવવા દેશભરમાં લૉકડાઉન છે. તે એક વિશ્વવ્યાપી રોગચાળો છે. આપણે શક્ય તેટલું અંતર બનાવવું પડશે, એક મીટરનું અંતર રાખવું પડશે. ચહેરો માસ્કથી કવર કરી બિનજરૂરી રીતે ઘર ન છોડો. વારંવાર હાથ ધોવા પડે અને સ્વચ્છતાનું ધ્યાન રાખો. ગરમ પાણી પીઓ ઘરેથી કામ કરવું અને બાળકો સાથે રમો. અમે પોલીસકર્મીઓ છીએ, કોરોના સામેના આ યુદ્ધમાં. રસ્તા પર જતા લોકોને રોકીએ છીએ. સલામત રહો, અમારા કાર્યમાં અવરોધ ન કરો. કોરોના સામે લડતા ડોકટરો, નર્સો, સફાઈ કામદારોને અમારો પ્રેમાળ સલામ. “સ્ટે હોમ, સેફ રહો”.