અમદાવાદ: જગન્નાથ મંદિરની કરોડોની જમીનમાં ગોટાળો, રજાચિઠ્ઠી સ્થગિત

અટલ સમાચાર,ડેસ્ક AMCએ 1992માં બહેરામપુરાના સરવે નંબર 138ની 1.27 લાખ ચો.મી. જમીન જગન્નાથ મંદિરના નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને ગાયો માટે આપી પણ ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના, કલેકટરની અશાંત ધારાની મંજુરી વિના આ જમીન એક બિલ્ડર યાસિન ગનીભાઇ ઘાંચીને પધરાવી દીધી હતી પછી પ્લાન પાસ કરી દેવાયા હતા પણ ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના
 
અમદાવાદ: જગન્નાથ મંદિરની કરોડોની જમીનમાં ગોટાળો, રજાચિઠ્ઠી સ્થગિત

અટલ સમાચાર,ડેસ્ક

AMCએ 1992માં બહેરામપુરાના સરવે નંબર 138ની 1.27 લાખ ચો.મી. જમીન જગન્નાથ મંદિરના નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને ગાયો માટે આપી પણ ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના, કલેકટરની અશાંત ધારાની મંજુરી વિના આ જમીન એક બિલ્ડર યાસિન ગનીભાઇ ઘાંચીને પધરાવી દીધી હતી પછી પ્લાન પાસ કરી દેવાયા હતા પણ ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના જમીન વેચાણ થઇ હોવાની ફરિયાદો છેક ગાંધીનગર સુધી થતાં AMCના અધિકારીઓના પગ નીચે રેલો આવ્યો હતો જેથી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને શો-કોઝ નોટિસ ફટકારી છે.

ચેરિટી કમિશનરની પૂર્વ મંજુરીના કાગળો મૂકવા આદેશ કર્યો છે. આ અંગેના દસ્તાવેજો રજુ ન કરાય ત્યાં સુધી AMCએ આ જમીનની રજાચિઠ્ઠી સ્થગિત કરી દીધી છે. બહેરામપુરાની સરવે નંબર 138ની 1,27,084 ચો.મી. જમીન સુએજ ફાર્મની જગ્યા છે જેની માલિકી AMCની હતી પછી વર્ષ ૧૯૯૨માં સ્ટેન્ડીંગ કમિટીએ ઠરાવ કરી જમીન ગૌ સેવા માટે કાયમી ભાડાપટ્ટે નરસિંહદાસજી ગૌસેવા ટ્રસ્ટ (જગન્નાથમંદિર, જમાલપુર)ને આપી હતી જેનો હેતુ માત્ર ગાયો માટે ઘાસ ઉગાડવાનો હતો.પછી 2018માં દસ્તાવેજ કરી આ જમીન શ્રી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી વતી ટ્રસ્ટી દિલીપદાસજી મહારાજે યાસીન ગનીભાઇ ઘાંચીને ભાડાપટ્ટે આપી દીધી હતી. જેની સામે વિરોધનો સૂર તેજ થયો હતો.

પાલડીના ભરતસિંહ રાવતે આ દસ્તાવેજ સામે વાંધો લઈ ચેરિટી કમિશનર, AMC સહિત અન્ય સ્થળોએ ફરિયાદ કરી હતી. આ દસ્તાવેજ કરતાં પહેલા કોઇપણ કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવી નથી તેમ કહેતાં રાવતે જણાવ્યું હતુ કે, ‘નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી વતી જમીન કાયમી ભાડાપટ્ટે આપતાં પહેલાં ચેરિટી કમિશનરની પૂર્વ મંજુરી લેવી અનિવાર્ય છે પણ કલમ-૩૬ મુજબ પરવાનગી લીધી નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને આ જમીન રૂ.૭૫૦૦માં ટ્રસ્ટને ગૌ સેવા માટે આપી હતી પછી હવે હેતુ સચવાતો નથી તો પછી આ જમીન મ્યુનિ. તંત્રને પરત આપી દેવી જોઇએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ઉપરાંત તેમણે જણાવ્યું છે કે, આ સરવે નંબર ૧૩૮ દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. આ અશાંતધારા વિસ્તારમાં આવતો હોય કલેકટરની પૂર્વ મંજૂરી વિના દસ્તાવેજ થઇ શકે નહીં છતાં કલેકટરની પૂર્વ મંજૂરી વિના દસ્તાવેજ કરવામાં આવ્યો છે. જે પણ કાયદાની જોગવાઇની વિરૂદ્ધ છે. આ અંગે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને ચેરિટી કમિશનરમાં ફરિયાદ કરી હતી જે અંગે મ્યુનિ.કમિશનરે આ વિવાદી જમીન મુદ્દે ટ્રસ્ટને શો-કોઝ નોટિસ આપી છે અને રજાચિઠ્ઠી સ્થગિત કરી દીધી છે. અમારી માગણી છે કે, આ જમીનનો હેતુ ગાયોના ઉપયોગ માટે થવો જોઇએ નહીં તો આ જમીન મ્યુનિ.કોર્પોરેશનને પરત કરી દેવી જોઇએ.’

સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિ.ના દક્ષિણ ઝોનના ડે. ટીડીઓ મનિષ માસ્ટરે જણાવ્યું હતુ કે,’ બહેરામપુરાના સરવે નંબર ૧૩૮ની ૧.૨૭ લાખ ચો.મી. જમીન અંગે ફરિયાદ મળતાં અમે ચેરિટી કમિશનરની પૂર્વ મંજુરી સહિતના ચેરિટી કમિશનરની કચેરીના દસ્તાવેજો સાથે ખુલાસો કરવા માટે નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટનેને શો-કોઝ નોટિસ આપી છે. જ્યાં સુધી જરૂરી દસ્તાવેજો રજુ ન કરવામાં આવે ત્યાં સુધી રજાચીઠ્ઠી સ્થગિત કરી દીધી છે.’