અમદાવાદ: GLS કૉલેજમાં જૂનિયર વિદ્યાર્થીના રેગિંગનો મામલો ગરમાયો

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદમા લો ગાર્ડન ખાતે આવેલી GLS લો-કૉલેજનું નામ કાયદાનું જ્ઞાન લેવા માટે વિદ્યાર્થીઓ માટે સૌથી સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ GLS લો-કૉલેજ પર હવે લાગી ગયો છે રેગિંગનો ધબ્બો. કૉલેજ પાસે એન્ટી રેગિંગ કમિટી હોવા છતાં કૉલેજનાં પહેલાં વર્ષમાં ભણતાં શ્યામ ચકવાવાલા બન્યો છે રેંગિગનો ભોગ. 13 જાન્યુઆરીએ જ્યારે શ્યામ ચકવાવાલાએ ABVPના
 
અમદાવાદ: GLS કૉલેજમાં જૂનિયર વિદ્યાર્થીના રેગિંગનો મામલો ગરમાયો

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદમા લો ગાર્ડન ખાતે આવેલી GLS લો-કૉલેજનું નામ કાયદાનું જ્ઞાન લેવા માટે વિદ્યાર્થીઓ માટે સૌથી સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ GLS લો-કૉલેજ પર હવે લાગી ગયો છે રેગિંગનો ધબ્બો. કૉલેજ પાસે એન્ટી રેગિંગ કમિટી હોવા છતાં કૉલેજનાં પહેલાં વર્ષમાં ભણતાં શ્યામ ચકવાવાલા બન્યો છે રેંગિગનો ભોગ. 13 જાન્યુઆરીએ જ્યારે શ્યામ ચકવાવાલાએ ABVPના કાર્યકર્તાઓને રેગિગં થયા અંગે જાણ કરતાં આખોય મામલો સામે આવ્યો હતો. વિદ્યાર્થી પાંખ ABVPના કાર્યકર્તાઓએ આ અંગે જરુરી પુરાવા મેળવીને કૉલેજનાં સત્તાધીશોને જાણ કરી હતી પરંતુ 3 દિવસ સુધી દોષિતો સામે કાર્યવાહી ના થતાં હવે આખોય મામલો ગરમાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ મામલે ABVPના શહેર મંત્રી ઈશાનદીપ સુર્યવંશીનું કહેવું છે કે 3 દિવસ છતાં પણ કોઈ કાર્યવાહી ના થતાં હવે ABVP સક્રિય થયું છે અને આગામી સમયમાં પોલીસ FIR પણ કરવામાં આવશે. રેગિંગ મામલે ABVP એક્શન લેવા પણ તૈયાર છે. ABVPનાં કાર્યકર્તાઓનું કહેવું છે કે લો-કૉલેજનાં જુનિયર વિદ્યાર્થીનું સિનિયર વિદ્યાર્થીઓ સામે રેગિંગ કર્યુ હતું જેમાં 6 વિદ્યાર્થીઓ સામેલ છે. આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે આખાય મામલામાં NSUIનાં કાર્યકર્તાઓ પણ સંડોવાયેલા છે. બીજી તરફ કૉલેજ સત્તાધીશો આ મામલે તપાસ કરવાની વાત કરી રહ્યા છે.

GLS લો-કૉલેજ પ્રિન્સિપાલ મયુરી પંડયાના કહેવા પ્રમાણે આખોય મામલા પર એન્ટી રેગિંગ કમિટી હવે તપાસ કરશે.આમ ઘટનાને પગલે હવે કૉલેજ સત્તાધીશો એક્શનમાં આવ્યા છે અને 6 વિદ્યાર્થીઓમાંથી કેટલાં વિદ્યાર્થીઓ GLS કૉલેજમાં અભ્યાસ કરે છે? તે અંગે તપાસ કરવામાં આવશે. આ સાથે જો કોઈ વિદ્યાર્થી વિરુધ્ધ પૂરાવા મળશે તો તેનાં વિરુધ્ધ પગલાં લેવામાં આવશે. પરંતુ સવાલ એ થાય છે કે આખરે કૉલેજોમાં ક્યાં સુધી વિદ્યાર્થીઓ રેગિંગનો ભોગ બનશે?