અમદાવાદઃ એરપોર્ટ પર લાખોનું દાણચોરીનું સોનું ઝડપાયું

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈથી ઈન્ડિગો ફ્લાઇટમાં આવેલી કડીની રહેવાસી મહિલાના આંતરવસ્ત્રોમાંથી કસ્ટમ વિભાગે 1,1૦૦ ગ્રામ ગોલ્ડ પેસ્ટ જપ્ત કરી છે. કસ્ટમ વિભાગે ગોલ્ડ પેસ્ટનુ કેમિકલ ટેસ્ટિંગ કરાવીને તપાસ કરતા તેમાંથી 677 ગ્રામ નેટ ગોલ્ડ દાણચોરીનું મળી આવ્યું હતું. જેની કિંમત 23 લાખ છે. માર્ચ મહિનાની શરૃઆતમાં ત્રણ મહિલાઓ દાણચોરીના ગોલ્ડ સાથે
 
અમદાવાદઃ એરપોર્ટ પર લાખોનું દાણચોરીનું સોનું ઝડપાયું

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈથી ઈન્ડિગો ફ્લાઇટમાં આવેલી કડીની રહેવાસી મહિલાના આંતરવસ્ત્રોમાંથી કસ્ટમ વિભાગે 1,1૦૦ ગ્રામ ગોલ્ડ પેસ્ટ જપ્ત કરી છે. કસ્ટમ વિભાગે ગોલ્ડ પેસ્ટનુ કેમિકલ ટેસ્ટિંગ કરાવીને તપાસ કરતા તેમાંથી 677 ગ્રામ નેટ ગોલ્ડ દાણચોરીનું મળી આવ્યું હતું. જેની કિંમત 23 લાખ છે.

માર્ચ મહિનાની શરૃઆતમાં ત્રણ મહિલાઓ દાણચોરીના ગોલ્ડ સાથે પકડાઈ હતી. ત્યાર પછી વધુ એક મહિલા પકડાઈ છે. દાણચોરી કરવામાં મહિલાઓ સૌથી વધુ મોખરે હોવાનું કસ્ટમ વિભાગ માની રહ્યું છે. તેથી જ અખાતી દેશોમાંથી આવતી મહિલા પેસેન્જરો પર કસ્ટમના એર ઇન્ટેલિજન્સના અધિકારીઓ વધુ નજર રાખી રહ્યા છે.

ગુરુવારે રાત્રિના એર અરેબિયા અને એર ઈન્ડિયાની ફ્લાઇટમાંથી પણ પાંચ પેસેન્જરો દાણચોરીનું ગોલ્ડ લાવતા કસ્ટમના હાથે ઝડપાઈ ગયા હતા. એક જ દિવસમાં કુલ 80 લાખનું ગોલ્ડ જપ્ત કરાયું છે. સ્પાઇસજેટની ફ્લાઇટમાં દુબઈથી આવેલા ત્રણ પેસેન્જરો પાસેથી ૭૭૩ ગ્રામ ગોલ્ડ કિંમત રૂપિયા 25 લાખ અને એર ઈન્ડિયાની ફ્લાઇટમાં એક પેસેન્જર પાસેથી 462 ગ્રામ ગોલ્ડ કિંમત રૂપિયા 15 લાખનું જપ્ત કરાયું હતું.