આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમિત દર્દીઓ માટેની ડેઝીગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં દર્દીઓ તથા સ્ટાફ નાકપડાં- ચાદર વગેરે સર્ટીલાઇઝ કરાય છે. કોરોનાના દર્દીઓના કપડાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાથી તેને ફેંકી દેવા પડે અથવા તો તેનો બાળીને નિકાલ કરવો પડે. જો ફેંકી દેવામાં આવે તો તે જે જગ્યાએ જાય ત્યાં કોરોનાના સંક્રમણનું જોખમ ફેલાય અને જો રોજેરોજ બાળી નાખવામાં આવે તો રોજે-રોજ કેટલા નવાકપડાં લાવવા તે પ્રશ્ન રહે છે. આ સમસ્યાના નિવારણ માટે 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં રૂ. 6 કરોડના ખર્ચે કોરોનાના દર્દીઓના કપડાં, ટોવેલ, બ્લેન્કેટ તથા મેડિકલ-પેરામેડિકલ સ્ટાફના કપડાં વોશીંગ કરવા તથા ર્સ્ટીલાઈઝેશનની અદ્યતન સુવિધા ઉભી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં એક કરોડના એક એવા ચાર ર્સ્ટીલાઈઝેશનની મશીન લગાવવામાં આવ્યા છે. હોસ્પિટલના ડોક્ટર અગ્રવાલ જણાવ્યું હતું કે, આ મશીનમાં 121 ડિગ્રીના ઊંચા તાપમાને કપડાંને 45 મિનિટ સુધી રાખવામાં આવે છે કે, જેથી તેમાં એક પણ વાયરસ કે વિષાણુ ન રહે. આ ઉપરાંત આ કપડાં ધોવા માટે અલગથી લોન્ડ્ર્રી એરિયા બનાવવામાં આવ્યો છે. જ્યાં વિષાણુ નાશક કેમિકલના સંયોજનવાળા પાણીથી કપડાં ધોવામાં આવે છે. એક મશીન એક વખતમાં 75 નંગ કપડાંનો સમાવેશ કરી શકે તેવું છે. આવા મશીન દ્વારા 121 ડિગ્રી તાપમાનને ૪૫ મિનિટની એક એવી દરરોજ 20 સાઇકલ ચલાવીને દરરોજ 1,000થી વધુ કપડાંને સર્ટીલાઈઝ્ડ કરવામાં આવે છે.

કોરોના સંક્રમિત દર્દીના કપડાં, બેડશીટ, બ્લેન્કેટ કે મેડિકલ-પેરામેડિકલ સ્ટાફના કપડાં પર કોરોનાના જંતુ લાગેલા હોય અને જો આવા કપડાં સર્ટીલાઈઝ્ડ કર્યા વગર પહેરાય તો જે પણ વ્યક્તિ તેને પહેરે કે તેને સ્પર્શે તેને ચેપ લાગી શકે છે. અહીંયા કપડાને સર્ટીલાઈઝ્ડકરવામાં આવે છે ત્યાં બહારનો કોઇ વ્યક્તિ ન જાય તેવી ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને જે આ પ્રક્રિયામાં રોકાયેલા છે તે લોકો પણ તકેદારી માટે જંતુમુક્ત પોશાક અને સર્ટીલાઈઝ્ડ થયા બાદ જ આ વિસ્તારમાં પ્રવેશ કરે છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code