અમદાવાદ: લોકડાઉન વચ્ચે ક્લસ્ટર ક્વોરન્ટાઇન વિસ્તારમાં સ્થાનિકોનો હોબાળો

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં આજે નવા 92 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં જ 45 નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. ત્યારે ગઇકાલે ગુલબાઇ ટેકરામાંથી પોઝિટિવ કેસ સામે આવ્યાં બાદ તંત્ર દ્વારા આ વિસ્તારને કલસ્ટર ક્વોરોન્ટાઇ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે આ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા હોબાળો
 
અમદાવાદ: લોકડાઉન વચ્ચે ક્લસ્ટર ક્વોરન્ટાઇન વિસ્તારમાં સ્થાનિકોનો હોબાળો

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં આજે નવા 92 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં જ 45 નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. ત્યારે ગઇકાલે ગુલબાઇ ટેકરામાંથી પોઝિટિવ કેસ સામે આવ્યાં બાદ તંત્ર દ્વારા આ વિસ્તારને કલસ્ટર ક્વોરોન્ટાઇ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે આ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. ત્યારે ગુલબાઇ ટેકરા વિસ્તારમાં કોરોના વાયરસના કેસ વધતા તે વિસ્તારને કલસ્ટર ક્વોરોન્ટાઇન જાહેર કરાવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં સ્થાનિકોએ હોબાળો કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના ગુલબાઇ ટેકરા વિસ્તારના લોકોએ પોલીસે બનાવેલા બેરિકેટ તોડી નાખ્યા છે. આ સાથે જ સ્થાનિકોએ પતરા પણ તોડી નાખ્યા છે. આમ લોકોમાં હજુ પણ કોરોના વાયરસની મહામારીને લઇને જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. જો કે AMC દ્વારા પણ લોકોને અલર્ટ રહેવા માટે અવનવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં આજે 45 નવા કેસ આવ્યા છે.જેને લઇને શહેરમાં કુલ 590 કેસ થયા છે. ત્યારે AMCએ પોઝિટવ દર્દીના નામ સાથે એક લિંક જાહેર કરી છે. જે લિંક પરથી તમે તમારા વિસ્તારના દર્દી અને તેનું એડ્રેસ તેમજ એ દર્દી તમારાથી કેટલા દૂર રહે છે તે જાણી શકો છે.

અમદાવાદમાં કોરોના પોઝિટિવ સંખ્યામાં વધારાને લઇને તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. જેને લઇને શહેરના ગુલબાઇ ટેકરામાંથી ગઇકાલે 6 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવતા તંત્ર હરકતમાં જોવા મળ્યું હતું. જેને લઇને તંત્ર દ્વારા શહરેના ગુલબાઇ ટેકરાને કલસ્ટર ક્વોરન્ટાઇન જાહેર કરવામાં આવ્યો હતો. આમ કોરોનાના પોઝિટિવ કેસ વધતાં સમગ્ર વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરી પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. ગુલબાઈ ટેકરાને જોડતા તમામ રસ્તાઓને પતરા મારી સીલ કરવામાં આવ્યાં હતા. ગુલબાઈ ટેકરામાં મનપા આરોગ્ય ટીમ ખડેપગે હાજર કરવામાં આવી હતી.