અમદાવાદ: કોરોનાના વધતા કેસને લઇ લોકડાઉન બનશે વધારે કડક: DGP

અટલ સમાચાર,ડેસ્ક રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સંજોગોમાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ અમદાવાદ શહેરમાં લોકડાઉન વધારે કડક બનાવવામાં આવશે એવી ચીમકી આપી છે. નોંધનીય છે કે અમદાવાદમાં આજે 50 નવા કેસ સામે આવતા શહેરમાં કુલ 133 કોરોનાના દર્દીઓ થયા છે.
 
અમદાવાદ: કોરોનાના વધતા કેસને લઇ લોકડાઉન બનશે વધારે કડક: DGP

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સંજોગોમાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ અમદાવાદ શહેરમાં લોકડાઉન વધારે કડક બનાવવામાં આવશે એવી ચીમકી આપી છે. નોંધનીય છે કે અમદાવાદમાં આજે 50 નવા કેસ સામે આવતા શહેરમાં કુલ 133 કોરોનાના દર્દીઓ થયા છે. અમદાવાદમાં કેસની સંખ્યા વધુ છે એટલે કડક લોકડાઉન માટે અમદાવાદ પોલીસ કમિશનર વધુ કડક પગલાં ભરવા માટે કહેવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે ”ગઇકાલે એમ્બ્યુલન્સમાં દારૂની હેરફેરનો કેસ પકડાયો હતો. આવશ્યક સેવા આપનારાઓ સહિત તમામે સોશિયલ ડિસ્ટન્સિંગની માર્ગદર્શિકાનું પાલન કરવું જ પડશે. કેટલાક લોકો ખરીદી કરવાના બહાને બહાર ફરવા નીકળે છે. જ્યાં લોકડાઉનનો અમલ કરવામાં આવતો નથી ત્યાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે. અમદાવાદમાં કોરોના પોઝિટિવના કેસોમાં સતત વધારો થતાં આરોગ્યની ટીમ દ્વારા સઘન તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ આરોગ્યની ટીમને પુરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો છે.”

શિવાનંદ ઝાએ માહિતી આપી છે કે લોકડાઉનનો કડક અમલ કરવા માટે ડ્રોન અને સીસીટીવીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોલીસના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા તેમણે કહ્યું છે કે 90 હજાર પોલીસ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે તેમાં કોઈ ચિંતાજનક કેસ નથી મળ્યો. બાપુનગરમાં એક કેસ સામે આવ્યો છે અને એને અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વ્યક્તિનો રિપોર્ટ આવવાનો બાકી છે.