આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં વ્યવસ્થિત પાર્ક ન થયેલા સામાન્ય માણસોનાં વાહનો તો ટો થતાં જ હોય છે અને તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે જ છે. ત્યારે આજે શહેરમાંથી વડોદરા રૂરલ પોલીસની રસ્તામાં ઉભી કારાયેલી કારને પણ અદાવાદ ટ્રાફિક પોલીસે ટો કરી દીધી છે. ત્યારે ઘણું જ કુતુહલ ભરેલો માહોલ સર્જાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં હાલ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું સ્વાગતની તડામાર તૈયારીઓ ચાલુ છે. ત્યારે આ કામ અંગે કે અન્ય કોઇપણ કામ માટે આવતા અધિકારીઓનાં ડ્રાઇવર જેમતેમ કાર પાર્ક કરી દેતા હોય છે. ત્યારે આજે વડોદરા પોલીસની કાર વ્યવસ્થિત રીતે પાર્ક કરવામાં ન આવતા તેને પણ શહેરનાં ટ્રાફિક પોલીસે ટૉ કરી દીધી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સરકારી ગાડીઓનાં ડ્રાઇવરો અને ટ્રાફિક પોલીસ વચ્ચે અવારનવાર ઘર્ષણ થાય છે. ત્યારે આ અવ્યવસ્થિત પાર્ક કરેલા વાહનોને ટૉ કરવાની કામગીરી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્રારા કરવામાં આવી રહી છે. ટો કરીને વડોદરા પોલીસની ગાડીને પાસેનાં પાર્કિંગ પ્લોટમાં લઇ જવામાં આવી હતી. આ ઘટનાને કારણે આસપાસનાં લોકો પણ ભેગા થયા હતાં.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code