દુષ્કર્મ@અમદાવાદ: માસૂમ રડતી રહી અને નરાધમે મોં દબાવી પીખી નાંખી, યુવક સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક શહેરના નવા વાડજ વિસ્તારમાં એક 12 વર્ષની માસૂમ બાળકીને ધાબા પર લઇ જઇ નરાધમે બળાત્કાર ગુજાર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બર્થડે સેલિબ્રેશન માટે આવેલા યુવકની નિયત પાડોશમાં રમતી બાળકી પર બગડી હતી અને તેને ધાબા પર લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય
 
દુષ્કર્મ@અમદાવાદ: માસૂમ રડતી રહી અને નરાધમે મોં દબાવી પીખી નાંખી, યુવક સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શહેરના નવા વાડજ વિસ્તારમાં એક 12 વર્ષની માસૂમ બાળકીને ધાબા પર લઇ જઇ નરાધમે બળાત્કાર ગુજાર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બર્થડે સે‌લિબ્રેશન માટે આવેલા યુવકની ‌નિયત પાડોશમાં રમતી બાળકી પર બગડી હતી અને તેને ધાબા પર લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં એક યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં એક મહિલા તેની 12 વર્ષની દીકરી સાથે રહે છે અને માધુપુરા દિલ્હી દરવાજા ખાતે જૂનાં કપડાંનું વેચાણ કરે છે. મહિલાનાં લગ્ન આજથી ૧૪ વર્ષ પહેલાં થયાં હતાં. જોકે મહિલાનો પતિ દસેક વર્ષથી તેને છોડીને જતો રહેતાં બંને જણાં એકલાં રહે છે. બાળકી જે બ્લોકમાં રહે છે તેના ઉપરના માળે કિશોર સાથે રોજ રમવા જતી હતી. રરમીની રાતે બાળકી રડતી રડતી ઘરે આવી હતી, જ્યાં તેની માતાને તેણે કહ્યું હતું કેપ અન્ય બ્લોકમાં રહેતા એક યુવકે તેની સાથે ગંદું કામ કર્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ બાળકી જ્યારે તેના મિત્ર સાથે રમતી હતી ત્યારે બાજુના ઘરમાં જન્મદિવસનું સે‌લિબ્રેશન ચાલતું હતું ત્યારે આ યુવક ત્યાં આવ્યો હતો. યુવક બાળકીને બાથમાં પકડી તેનું મોઢું દબાવી તેને ધાબા ઉપર લઈ ગયો હતો. ધાબા ઉપર જતાં દરવાજાની જાળીની બાજુના ખૂણામાં તેને નીચે સૂવડાવી દીધી હતી. ત્યારબાદ કપડાં ઉતારી બળાત્કાર ગુજાર્યો હતો. બાળકીને અસહ્ય દુખાવો થતાં તેણે બૂમાબૂમ કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે નરાધમે તેનું મોઢું દાબી દીધું હતું.