અમદાવાદ: નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં આવનારા લાખો લોકોને ફૂડ પેકેટ અપાશે

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદના મોટેરા સ્ટેડિયમનાં લોકાર્પણ સમારોહમાં 24મી તારીખે એટલે કે, સોમવારે અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. ત્યારે લાખોની સંખ્યમાં લોકો ભેગા થવાનાં છે. આ સાથે હાલ ગરમી અચાનક વધી જતાં તંત્ર પણ ચિંતામાં આવી ગયું છે. આ લાખોની જનમેદની માટે તથા રોડ શોમાં ભાગ લેનારા લોકો માટે પાણીની
 
અમદાવાદ: નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં આવનારા લાખો લોકોને ફૂડ પેકેટ અપાશે

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદના મોટેરા સ્ટેડિયમનાં લોકાર્પણ સમારોહમાં 24મી તારીખે એટલે કે, સોમવારે અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. ત્યારે લાખોની સંખ્યમાં લોકો ભેગા થવાનાં છે. આ સાથે હાલ ગરમી અચાનક વધી જતાં તંત્ર પણ ચિંતામાં આવી ગયું છે. આ લાખોની જનમેદની માટે તથા રોડ શોમાં ભાગ લેનારા લોકો માટે પાણીની સાથે છાસની પણ સુવિધા આપવામાં આવશે. જે માટે ત્રણ લાખથી વધુ છાસનાં ટેટ્રાપેક ખરીદલામાં આવ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એકત્ર થયેલા લોકોનાં નાસ્તાની કામગીરી સાત ઝોનનાં ડેપ્યટી હેલ્થ ઓફિસરોને આપવામાં આવી છે. આ નાસ્તા એવા હશે જે જલ્દી બગડી ન જાય. આ નાસ્તો 1200થી 1500 કેલેરિઝ મળશે. જેમાં સુખડી, મોહનથાળ, શીંગ, પુરી-શાક વગેરેનો સમાવેશ થાય છે. બસોમાં જ પેપર ડિશમાં નાસ્તો આપવામાં આવશે. એકત્ર લોકો માટે છાસનાં ટેટ્રા પેક આપવામાં આવશે. જેનાથી કાળઝાળ ગરમીમાં રાહતનો અનુભવ થાય. આ સાથે પીવાનાં પાણીનાં કાઉન્ટરો પણ હશે. પીવાનાં પાણીનાં સાત લાખ પેપર ગ્લાસ ખરીદવામાં આવ્યાં છે.

સમગ્ર મામલે જણાવ્યુ હતુ કે, વિજય નહેરાએ જણાવ્યું કે અંદાજે 30 કરોડ રૂપિયા ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ રસ્તા પહોળા કરવામાં અને બાંધકામમાં ખર્ચ થઈ ગયા છે. સ્ટેડિયમની ક્ષમતા એક લાખ દસ હજાર દર્શકોની છે. નેહરાએ કહ્યું કે જ્યાંથી ટ્રમ્પ નીકળવાના છે એ વિસ્તારની સજાવટમાં છ કરોડ રૂપિયા ખર્ચ થશે. અમદાવાદમાં કરવામાં આવેલા રસ્તાઓ અંગે તેમણે કહ્યું, ‘સ્ટેડિયમ તરફ જતાં 18 રોડને પહોળા કરવામાં આવ્યા છે અને તેનું રિસરફેસિંગ તથા રિકાર્પેટિંગ કરવામાં આવ્યું છે.’