આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

રાણીપ પોલીસ સ્ટેશનમાં નાણાં આપી મકાન-દુકાન પડાવી લીધી હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં તે લોકોએ મકાન પચાવી પાડવાના બદઇરાદે મકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી દાગીના પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. છગનભાઇ પાસે રહેવાની જગ્યા ન રહેતા તેમણે પોલીસનો સહારો લેતા રાણીપ પોલીસસ્ટેશનમાં ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

અમદાવાદના રાણીપમાં રહેતા છગનલાલ સેન હેરઆર્ટની દુકાન ધરાવી વેપાર ધંધો કરે છે. ચાર પાંચ વર્ષ પહેલા તેઓને ધંધામાં મંદી આવતા તેમની દુકાને આવતા ભરતભાઇ મોદીને વાત કરી હતી. જેથી ભરતબાઇએ ત્રણ ટકા વ્યાજે પૈસા અપાવવાનું કહી કોરા ચેકો સિક્યોરિટી પેટે માંગ્યા હતા. પણ બેન્કમાં ખાતુ ન હોવાથી 100ના સ્ટેમ્પ પર તેમણે દુકાનનું લખાણ કરી આપી ત્રણ લાખ લીધા હતા, બાદમાં સામાજીક પ્રસંગો અને દીકરીઓના લગ્ન આવતા છગનલાલે 15 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેનું ત્રણ વર્ષ સુધી 16.20 લાખ રૂપિયા મૂડી અને વ્યાજ ચૂકવ્યું હતું.

જોકે, બાદમાં ભરત નામના શખ્સે મકાન પણ લખાવી લીધું હતું. અને એક દિવસ આ મકાનનું ભાડુ નક્કી કરી માલિકને જ ભાડુઆત બનાવી દીધા હતા. બાદમાં ભાડુ ન ચૂકવાતા છગનભાઇના પરિવારને ઘરમાંથી કાઢી મૂકવા ભરત મોદી અને તેનો પુત્ર તથા એક મહિલા ઘરમાં ઘૂસી ગયા અને માલ સામાન ખાલી કરી દાગીના પચાવી પાડ્યા હતા. આખરે છગનભાઇ પાસે રહેવાની જગ્યા ન રહેતા તેમણે પોલીસનો સહારો લેતા રાણીપ પોલીસસ્ટેશનમાં ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code