આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અમદાવાદ

અમદાવાદ નજીકના બાવળા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં યુવતીને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. પરિવારની એવી માગણી હતી કે જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકારીશું નહીં અને બાવળા બંધ કરવામાં આવશે. જો કે પોલીસે આ આરોપી કેતન વાઘેલાને ઝડપીને તેની ધરપકડ કરી લીધી છે. આરોપીની ધરપકડ થતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે. મૃતદેહની શુક્રવારે ધોલેરા ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે.

marutinadan restorant

અમદાવાદ નજીકના બાવળા બસ સ્ટેન્ડ બહાર બુધવાર સાંજે મિતલ જાદવ અને તેની બહેન જઇ રહ્યા હતા ત્યારે કેતન વાઘેલા સહીત ત્રણ લોકો બાઇક પર અવ્યાં અને મૃતક મિતલ જાદવને બળજબરીપૂર્વક લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. મિતલે જવાનો ઇન્કાર કર્યો અને આરોપીઓનો પ્રતિકાર કર્યો હતો. ત્યારે આરોપી કેતન મિતલને છરીના ઘા મારી ફરાર થઇ ગયો હતો. આ ઘટના બાદ મિતલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આરોપી ત્યાં પણ પાછળ આવ્યો હતો અને પરિવારના લોકો આવી ગયા હતા. આરોપીએ મિતલના પિતા અને નાના ભાઇ ઉપર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. 10 વર્ષીય ભાઇ આરોપીની પાછળ ગયો હતો. પરંતુ આરોપી ભાગી જવામાં સફળ રહ્યો હતો.

આ ઘટનાની જાણ થતા બાવળા પોલીસ તાત્કાલિક સ્થળ પર આવી તપાસ શરૂ કરી હતી. અને મૃતકને વધુ ઇજા હોવાથી અમદાવાદ વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યા મિતલનું મોત થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કેતન વાઘેલા મૃતક મિતલના એક તરફી પ્રેમમાં હતો અને મિતલના લગ્ન નક્કી થઇ ગયા હોવાથી તેની હત્યા કરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code