અમદાવાદ : “પહેલ” યોજના અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ ગોલ્ડન એવોર્ડ ડી.ડી.ઓ ને અપાયો

અટલ સમાચાર, અમદાવાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં વિદ્યાર્થીનીઓના ડ્રોપ આઉટ ઘટાડવા તથા વિદ્યાર્થીનીઓની સંખ્યા વધારવા માટે પ્રથમ વખત અમદાવાદ જિલ્લામાં પહેલ કરવામાં આવેલ છે. તે ખૂબ જ મહત્વના પ્રોજેક્ટ માટે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુને ‘પહેલ’ યોજના અંતર્ગત SKOCH સ્કોચ ગોલ્ડન એવોર્ડ કેન્દ્રીય માનવ સંશોધન મંત્રી રમેશ પોખરિયાલના હસ્તે નવી દિલ્હી ખાતે આપવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ
 
અમદાવાદ : “પહેલ” યોજના અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ ગોલ્ડન એવોર્ડ  ડી.ડી.ઓ ને અપાયો

અટલ સમાચાર, અમદાવાદ 

સમગ્ર ગુજરાત રાજ્યમાં વિદ્યાર્થીનીઓના ડ્રોપ આઉટ ઘટાડવા તથા વિદ્યાર્થીનીઓની સંખ્યા વધારવા  માટે પ્રથમ વખત અમદાવાદ જિલ્લામાં પહેલ કરવામાં આવેલ છે. તે ખૂબ જ મહત્વના પ્રોજેક્ટ માટે  અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુને ‘પહેલ’ યોજના અંતર્ગત SKOCH  સ્કોચ ગોલ્ડન  એવોર્ડ કેન્દ્રીય માનવ સંશોધન મંત્રી રમેશ પોખરિયાલના હસ્તે નવી દિલ્હી ખાતે આપવામાં આવ્યો હતો.

અમદાવાદ : “પહેલ” યોજના અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ ગોલ્ડન એવોર્ડ  ડી.ડી.ઓ ને અપાયો
જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ  ‘પહેલ’  યોજનાનો અસરકારક  રીતે અમલ કરાવવામાં આવતા માસિક પીરીયડને લઈ થતા ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા  તેમજ અભ્યાસમા નિયમિતતા વધારો થયો હતો. સાથોસાથ અભ્યાસ કરતી દીકરીઓની આરોગ્ય સુરક્ષા પણ વધી છે.

 

દિલ્હી ખાતે આ એવોર્ડ વિતરણ સમારંભ માં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ તથા હેલ્થ ટીમના મેં.ઓ.ડો.સ્વામી કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે પહેલ પ્રોજેક્ટ હેઠળ સેનેટરી નેપકીન તથા વપરાયેલા પેડ ના યોગ્ય નિકાલ ની વ્યવસ્થા માટે વેન્ડીગ મશીન ઇનસીનરેટર સાથે અમદાવાદ ની 40 શાળાઓ માં આપવા માં આવેલ છે. અમદાવાદ : “પહેલ” યોજના અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ ગોલ્ડન એવોર્ડ  ડી.ડી.ઓ ને અપાયો

સમગ્ર જિલ્લામાં સી.ડી.એચ.ઓ.ડો.શિલ્પા યાદવ અને હેલ્થની સમગ્ર ટીમ ની ક્ષેત્રીય કામગીરી દરમ્યાન જાણવા મળેલ કે કિશોરીઓ માસિક ધર્મમાં આવે છે ત્યારે શરમ અને સંકોચ અને સાચી જાણકારીના અભાવે શાળા માંથી અભ્યાસ છોડી દે છે.  જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવે જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ સમક્ષ રજુ કરેલ અને કિશોરીઓના ડ્રોપ આઉટ ને રોકવા માટે અને કિશોરીઓ અભ્યાસ ચાલુ રાખે તે માટેના આ મહત્વના પ્રોજેકટને ડીડીઓ અરુણ મહેશ બાબુ એ સમગ્ર જિલ્લા માં અમલ માં મુકેલ હતો.