અમદાવાદ: બાળકોએ પાડોશીનો પતંગ કાપ્યો તો પાડોશીએ પિતાનું માથું ભાંગી નાંખ્યું

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પતંગ ચગાવાને લઈને પડોશીએ એક યુવકને માથાના ભાગે લાકડી મારી હોવાની ફરિયાદ નોંધાઇ છે. ઇજાગ્રત યુવકને માથાના ભાગે ટાંકા આવ્યા છે અને ખાડિયા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ખાડીયાની ઉપલીશેરીમાં રહેતા ગૌરાંગ ભાવસારના પુત્રો ધાબે પતંગ ચગાવતા હતા ત્યારે પડોશી પ્રકાશનો પતંગ કપાઈ જતા
 
અમદાવાદ: બાળકોએ પાડોશીનો પતંગ કાપ્યો તો પાડોશીએ પિતાનું માથું ભાંગી નાંખ્યું

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પતંગ ચગાવાને લઈને પડોશીએ એક યુવકને માથાના ભાગે લાકડી મારી હોવાની ફરિયાદ નોંધાઇ છે. ઇજાગ્રત યુવકને માથાના ભાગે ટાંકા આવ્યા છે અને ખાડિયા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ખાડીયાની ઉપલીશેરીમાં રહેતા ગૌરાંગ ભાવસારના પુત્રો ધાબે પતંગ ચગાવતા હતા ત્યારે પડોશી પ્રકાશનો પતંગ કપાઈ જતા આરોપી પ્રકાશ અને તેના પરિવારે માથાકૂટ કરી હતી અને ગૌરાંગભાઇના પુત્ર અને પત્નીને ગાળો બોલીને માર માર્યો હતો. પતંગ કપાઈ જવાનો મામલો એટલે હદ સુધી બિચક્યો હતો કે આરોપી પ્રકાશ અને તેના સાળા સાથે મળીને ગૌરાંગ ભાવસારને માર માર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પતંગ કાપવાની બાબતમાં ઉપલી શેરીમાં થયેલી માથાકૂટ ખાડિયા પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને ઈજાગ્રસ્ત ગૌરાંગ ભવસારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વીએસ હૉસ્પિટલમાં સારવાર લેવી પડી, માથે પાટો આવ્યો ગૌરાંગ ભાવસારને માથાના ભાગે લાકડી મારતા વીએસ હૉસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. પોલીસે પ્રકાશ માળી સહિતના લોકો સામે ગુનો નોંધીને આરોપીઓને શોધવાની તજવીજ શરૂ કરી છે.

ઉત્તરાયણના દિવસને એક દિવસ બાકી છે ત્યારે પતંગ કપાઈ જવા જેવી સામાન્ય બાબતમાં લોકો માથાકૂટ કરી રહ્યા છે. પણ એક ગુજરાતી તરીકે તહેવારમાં જુના વેરઝેર ભૂલીને તહેવારને શાંતિ પૂર્વ ઉજવવા જોઇએ તેવું લોકોનું માનવું છે.