આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ધીરે-ધીરે કોરોના વાયરસનો કહેર વધતો જોવા મળી રહ્યો છે તેને લઇને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા હંગામી ધોરણે 350 ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની ભરતી શરૂ કરવામાં આવી છે. આમ કોરોના વાયરસની કોઇપણ ખરાબ પરિસ્થિતિને પહોંચી વળવા AMC દ્વારા 350 ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની ભરતી શરૂ કરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગેની ભરતી આજરોજ કરવામાં આવી રહી છે. શહેરના ગીતા મંદિર રોડ પર આવેલ આરોગ્ય ભવન ખાતે ઇન્ટરવ્યું દ્વારા ભરતી કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે આ અંગે રાજ્ય સરકાર દ્વારા પણ મંજૂરી આપવામાં આવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે આ નિર્ણય લીધો હતો. જો કે પ્રાપ્ત મળતી વિગત અનુસાર હાલ 350થી વધુ ડોકટર અને પેરામિડકલ સ્ટાફની ભરતીને લઇને આરોગ્યભવન ખાતે ડોકટરોની ભીડ જોવા મળી છે. આ સાથે મોટી સંખ્યામાં ડોકટરો અને પેરામેડિકલ માટે લોકો ઉમટયાં છે.

અમદાવાદની હોસ્પિટલમાં અને અર્બન હેલ્થ સેન્ટરમાં જરૂરિયાત મુજબ આ હંગામી ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી માત્ર ને માત્ર કોન્ટ્રાકટ આધારિત કરવામાં આવી રહી છે. ખાસ કરીને રાજ્યમાં વણસતી કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે કરવામાં આવી રહી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code