અમદાવાદઃ નિત્યાનંદ આશ્રમ ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરાઇ

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં આવેલ ડીપીએસ ઈસ્ટમાં બે યુવતીઓ ગુમ થવા અને બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હતા. આ મામલે હીરાપુરમાં આવેલી ડીપીએસ ઈસ્ટમાં ચાલતા નિત્યાનંદ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઔડાએ આજે પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કર્યા બાદ આશ્રમ તોડવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ 20 હજારવાર જગ્યાનો કબજો લીધો
 
અમદાવાદઃ નિત્યાનંદ આશ્રમ ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરાઇ

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં આવેલ ડીપીએસ ઈસ્ટમાં બે યુવતીઓ ગુમ થવા અને બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હતા. આ મામલે હીરાપુરમાં આવેલી ડીપીએસ ઈસ્ટમાં ચાલતા નિત્યાનંદ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઔડાએ આજે પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કર્યા બાદ આશ્રમ તોડવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ 20 હજારવાર જગ્યાનો કબજો લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આશ્રમમાં સાધુ સાધ્વીઓ જ્યાં રહેતા હતા તે ડોમ પણ તોડી પાડવામાં આવ્યા છે. ડીપીએસની અરજી બાદ નિયમ અનુસાર ઔડાએ 40 ટકા જમીન પાછી લીધી છે.