આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અમદાવાદ

વી.એસ. હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. થોડા દિવસો પહેલા અહીં બે મહિલાઓના મૃતદેહની અદલા બદલીનો કેસ સામે આવ્યો હતો. હવે હોસ્પિટલની એક નર્સે છ મહિનાની બાળકીનો અંગૂઠો કાપી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. તાવ અને શરદીની ફરિયાદ બાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

બાળકીની માતાએ જણાવ્યું હતુ કે, “મારી દીકરીને તાવ અને શરદી હોવાથી અમે 29મી તારીખે તેને સારવાર માટે વી.એસ. હોસ્પિટલમાં દાખલ કરી હતી. બે તારીખે અમે રજા લઈને અહીંથી જઈ રહ્યા હતા. આ દરમિયાન સિસ્ટરની બેદરકારીને કારણે બાળકીનો અંગૂઠો કપાઈ ગયો હતો. સિસ્ટરે હાથમાં લાગેલી પટ્ટીને ખોલવા માટે કાતરનો ઉપયોગ કર્યો હતો, જેનાથી અંગૂઠો કપાઈ ગયો હતો. “હવે હોસ્પિટલનું તંત્ર કહી રહ્યું છે કે અમારાથી જે થતું હતું તે અમે કર્યું છે. હવે તમે બાળકીને વધારે સારવાર માટે કોઈ ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ શકો છે. મારી એટલી જ માંગણી છે કે મારી દીકરી અહીં જેવી આવી હતી એવી જ જોઈએ છે. હોસ્પિટલનું તંત્ર હાલ એવા પ્રયાસોમાં વ્યસ્ત છે કે અમે અહીંથી રજા લઈને જતા રહીએ.”

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code