File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અમદાવાદ

અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાં અનિવાર્ય સંજોગો સિવાય તમામ પોલીસ કર્મચારીઓની રજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે જે પોલીસ અધિકારી અને કર્મચારી રજા પર હતા તેમને હાજર થવા આદેશ પણ આપવા માં આવ્યો હતો. જોકે, હવે મેઘરાજાએ વિરામ લીધો છે અને સ્થિતિ થાળે પડી છે ત્યારે 21 ઑગસ્ટના રોજ એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો અને રજા પરથી પ્રતિબંધ હટાવવા માં આવ્યો છે.

સમગ્ર રાજ્યમાં દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાતમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો હતો અને પૂરની સ્થિતિમાં અનેક લોકો ફસાયા હતા તેને લઈ રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓની રાજાઓ રદ કરી દેવાઈ હતી. જોકે, હવે પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને હાલ કોઈ ભારે વરસાદ ની આગાહી પણ નથી જેથી રાજયના કાયદો અને વ્યવસ્થાના વડા સંજય શ્રીવાસ્તવ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પ્રતિબંધ દૂર થતાં હવે પોલીસ અધિકારીઓ રજા માટે મંજૂરી માંગી શકશે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code