અમદાવાદઃ મોઘું ડ્રગ્સ ન મળતા યુવાધન કફ સિરપના રવાડે, પોલીસે 1ની ધરપકડ કરી

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં કફ સીરપના વેચાણની આડમાં નશાની પ્રવૃતિનો પર્દાફાશ થયો છે. દાણીલીમડા પોલીસે કફ સીરપનો જથ્થો ઝડપી પા઼ડ્યો છે. પોલીસે 900થી વધુ બોટલ કબ્જે કરીને વલી મહમદ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી કોડેઇન સીરપનો જથ્થો ગેરકાયદે નશાની પ્રવૃત્તિ માટે લાવ્યો હોવાનું સામે આવ્યું છે. યુવાપેઢીના કેટલા નબીરા મોઘું ડ્રગ્સ ન મળતા અથવા
 
અમદાવાદઃ મોઘું ડ્રગ્સ ન મળતા યુવાધન કફ સિરપના રવાડે, પોલીસે 1ની ધરપકડ કરી

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં કફ સીરપના વેચાણની આડમાં નશાની પ્રવૃતિનો પર્દાફાશ થયો છે. દાણીલીમડા પોલીસે કફ સીરપનો જથ્થો ઝડપી પા઼ડ્યો છે. પોલીસે 900થી વધુ બોટલ કબ્જે કરીને વલી મહમદ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી કોડેઇન સીરપનો જથ્થો ગેરકાયદે નશાની પ્રવૃત્તિ માટે લાવ્યો હોવાનું સામે આવ્યું છે. યુવાપેઢીના કેટલા નબીરા મોઘું ડ્રગ્સ ન મળતા અથવા તો તેમાં પરેશાની થતાં કફ સિરપના રવાડે ચઢ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતનું યુવાધન અવડા રવાડે ચઢી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી દવાઓનો વપરાશળ યુવાનો નશો કરતા હોવાનું ખુલ્યું છે ત્યારે સૌથી સરળ અને સસ્તુ કફ સિરપનું વ્યસન ક્યારે યુવાનોની લાઈફ ખતમ કરી નાંખે છે તે ખુદ યુવાનોને પણ ખબર નથી હોતી.