પર્દાફાશ@અમદાવાદ: યુવતિ સાથે દોસ્તી કરાવી પૈસા પડાવતી ગેંગમાં ખુદ પોલીસ સામેલ, મહિલા પીઆઇ પકડાઇ

અટલ સમાચાર ડોટ કોમ, અમદાવાદ અમદાવાદ પોલીસ આલમમાં અત્યાર સુધીની સૌથી ખરાબ તસ્વીરનો પર્દાફાશ થયો છે. હનીટ્રેપના અનેક કિસ્સામાં ફરિયાદ બાદ ઢગલાબંધ આરોપી ગેંગ સામે કાર્યવાહી થઈ છે. જોકે સૌપ્રથમવાર આવી હનીટ્રેપ ખુદ પોલીસ કરાવતી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. હનીટ્રેપની ફરિયાદ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરેલી તપાસમાં અચાનક સૌથી મોટો પર્દાફાશ
 
પર્દાફાશ@અમદાવાદ: યુવતિ સાથે દોસ્તી કરાવી પૈસા પડાવતી ગેંગમાં ખુદ પોલીસ સામેલ, મહિલા પીઆઇ પકડાઇ

અટલ સમાચાર ડોટ કોમ, અમદાવાદ

અમદાવાદ પોલીસ આલમમાં અત્યાર સુધીની સૌથી ખરાબ તસ્વીરનો પર્દાફાશ થયો છે. હનીટ્રેપના અનેક કિસ્સામાં ફરિયાદ બાદ ઢગલાબંધ આરોપી ગેંગ સામે કાર્યવાહી થઈ છે. જોકે સૌપ્રથમવાર આવી હનીટ્રેપ ખુદ પોલીસ કરાવતી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. હનીટ્રેપની ફરિયાદ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરેલી તપાસમાં અચાનક સૌથી મોટો પર્દાફાશ થયો છે. હનીટ્રેપ ખુદ મહિલા પીઆઇ ઓપરેટ કરતી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતાં ચકચાર મચી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ ટીમે ગીતા નામે પોલીસ ઈન્સપેક્ટરની તાત્કાલિક અસરથી અટકાયત કરી છે. હનીટ્રેપની ઘટનામાં ખુદ આ મહિલા પીઆઇની સંડોવણી આવતાં દેકારો મચી ગયો છે.

અમદાવાદ શહેરમાં અગાઉ હનીટ્રેપ એટલે કે યુવતિ સાથે દોસ્તીનુ નાટક કરી પૈસા પડાવ્યાની ફરિયાદ થઈ હતી. જેની ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતાં શંકાસ્પદ ભૂમિકામાં રહેલા મહિલા PI ગીતા પઠાણ ગાયબ થઈ ગયા હતા. સુનિયોજિત ગેંગ દ્વારા યુવકો અને વૃધ્ધોને ફસાવી યુવતીઓ સાથે હોટલમાં લઈ જવાતા હતા. આ પછી અચાનક પોલીસ ગેંગ આવી ચડતી હતી. જેમાં ડર અને સત્તાના ઓથા હેઠળ તોડ ગોઠવાતો હતો. યુવતિને શિકાર શોધી આપતાંથી લઈ હોટેલમાં જવાનું અને પછી અચાનક આવીને પોલીસ સ્ટેશનમાં મામલો પહોંચાડવા સુધીની ખુદ પોલીસ ટુકડી કરતી હતી. જેમાં અત્યાર સુધી અનેક પુરૂષો શિકાર બની ચુક્યા છે. જેમાં હવે મહિલા પીઆઇ પણ આ ટુકડીમાં સામેલ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવતાં સન્નાટો મચી ગયો છે.

પર્દાફાશ@અમદાવાદ: યુવતિ સાથે દોસ્તી કરાવી પૈસા પડાવતી ગેંગમાં ખુદ પોલીસ સામેલ, મહિલા પીઆઇ પકડાઇ

અલગ અલગ કુલ 4 ફરિયાદમાં પોલીસ અને તેની ગેંગ દ્વારા હનીટ્રેપ ગોઠવાવી અનેક પુરુષો પાસેથી કુલ 26 લાખથી વધુ રકમ પડાવી લીધી હોવાનું બહાર આવ્યું છે. આ રૂપિયામાં પોલીસ ગેંગ અને ખાનગી ટુકડી વચ્ચે ટકાવારી મુજબ ભાગ નક્કી થયો હતો. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પીઆઇ ગીતા પઠાણની ધરપકડ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાંચમાં અગાઉ એક વેપારીએ હનીટ્રેપની ફરીયાદ નોંધાવી હતી. જેમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ મોદી, બીપીન પરમાર, ઉન્નતી ઉર્ફે રાધીકા રાજપુત અને જાનવી ઉર્ફે જીનલ પઢીયારની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓની પુછપરછમાં પોલીસ ઈન્સપેક્ટર ગીતા પઠાણની સંડોવણી આવતાં ક્રાઈમ બ્રાંચે પીઆઇની ધરપકડ કરી છે. પીઆઈ ગીતા પઠાણે આ ટોળકી સાથે મળીને એક વૃધ્ધ પાસેથી મોટી રકમ પડાવી હતી. હકીકત ત્યારે વધુ સ્પષ્ટ બની જ્યારે તપાસ ટીમે છેલ્લા એક વર્ષમાં પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બળાત્કારની અરજીઓ ચકાસી હતી. ક્રાઇમબ્રાંચની તપાસ તપાસમાં 4 અરજીમાં હનીટ્રેપનો ખેલ થયો હોવાનો પર્દાફાશ થતાં હડકંપ મચી ગયો છે.

કેવી રીતે ખુદ પોલીસ કરતી હતી હનીટ્રેપની ગોઠવણ ? 

હનીટ્રેપનુ આયોજન ખુદ પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ થતું હતું. પોલીસ કર્મચારીના ઈશારા બાદ ખાનગી ટોળકી ખેલ શરૂ કરતી હતી. આ પછી ઘટનાનો અંત પોલીસની વચેટિયા સમાન ભૂમિકા હેઠળ થતો હતો. છે. હનીટ્રેપ ગેંગની યુવતિ સોશિયલ મીડિયા દ્વારા આધેડ વયના ઈસમો સાથે એક મુલાકાત બાદ શરીર સંબંધ બાંધતી હતી. શરીર સંબંધ બાદ યુવતી પોલીસ સ્ટેશનમાં અચાનક દુષ્કર્મની અરજી કરીને લાખો રૂપિયા ખંખેરી લેતી હતી. એકજ યુવતીએ અલગ અલગ નામ બદલીને પોલીસ સ્ટેશનમાં અરજી કરતાં હનીટ્રેપનો પર્દાફાશ સામે આવ્યો છે. જેમા PI ગીતા પઠાણની મુખ્ય ભુમિકા સામે આવતાં પોલીસ આલમમાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજકોટમાં લાંચ લેતાં પીઆઇ ગીતા પઠાણની ACBએ ધરપકડ કરી હતી. આ સાથે પીઆઇ ગીતા પઠાણ વિરૂધ્ધ અનેક અરજીઓ થતાં વિવાદમાં છે.