અમદાવાદ: સમર્થકો વચ્ચે બેંક કેસમાં રાહુલ ગાંધી પહોંચ્યા, પરિણામ ઉપર નજર

અટલ સમાચાર, અમદાવાદ નોટબંધી વખતે એડીસી બેન્ક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં નિવેદન આપવામાં માટે અમદાવાદ પહોંચી ચૂક્યા છે. એરપોર્ટ પર તેમનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું. તો રાહુલ ગાંધીના સ્વાગત માટે કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં રાહુલ ગાંધી સાથે જોડાતા ગુજરાત કોંગ્રેસમાં ઉત્સાહ વધી ગયો હતો.
 
અમદાવાદ: સમર્થકો વચ્ચે બેંક કેસમાં રાહુલ ગાંધી પહોંચ્યા, પરિણામ ઉપર નજર

અટલ સમાચાર, અમદાવાદ

નોટબંધી વખતે એડીસી બેન્ક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં નિવેદન આપવામાં માટે અમદાવાદ પહોંચી ચૂક્યા છે. એરપોર્ટ પર તેમનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું. તો રાહુલ ગાંધીના સ્વાગત માટે કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં રાહુલ ગાંધી સાથે જોડાતા ગુજરાત કોંગ્રેસમાં ઉત્સાહ વધી ગયો હતો. જોકે, કોર્ટની સુનાવણીને અંતે પરિણામ પર સૌ કોઇની નજર બની છે.

2017માં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ સ્વાતી રેસ્ટોરન્ટમાં ભોજન લીધું હતું, તેથી તેમણે આ વખતે પણ આ જ હોટલમાં ભોજન લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી રાહુલ ગાંધીના કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો હતો. કોર્ટ જતા પહેલા તેમણે સ્વાતી રેસ્ટોરન્ટમાં ભોજન લીધું હતું. આ સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હતો.

અમદાવાદ: સમર્થકો વચ્ચે બેંક કેસમાં રાહુલ ગાંધી પહોંચ્યા, પરિણામ ઉપર નજર

સર્કિટ હાઉસમાં તેમણે ધારાસભ્યો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તો કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીની કાર પર પુષ્પો વરસાવીને તેમનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ તેમને પાઘડી પહેરાવીને તેમનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ ખાનપુરમાં પણ કોંગ્રેસ ઓફિસ ખાતે કાર્યકર્તાઓને મળવાના છે. ખાનપુર ઓફિસ ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. કાર્યકર્તાઓએ તેમના નામના સૂત્રોચ્ચાર કર્યા હતા, તો સાથે જ કેટલાક લોકો રાહુલ ગાંધીના માસ્ક સાથે પણ જોવા મળ્યા.