આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અમદાવાદ

ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે. જગન્નાથ મંદિરમા તૈયારીઓ પુરજોશમાં શરૂ થઈ ગઇ છે. ભગવાનના રથનું સમારકામ અને પ્રસાદને લઈને તૈયારીઓ શરૂ થઈ છે. ત્યારે મંદિરમાં ભક્તોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અષાઢ મહિનાની બીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે.

અમદાવાદમાં રથયાત્રા પર્વનો એક અનેરું મહત્વ છે. જો કે અષાઢી બીજના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે અમદાવાદ જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને લઈને 16 જૂનના રોજ પરંપરાગત જલયાત્રા બાદ 4 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને લઈને તૈયારીઓ શુક્રવારથી શરૂ થઈ ગઈ છે.

16 જૂનના રોજ પરંપરાગત જલયાત્રા બાદ 4 જુલાઈના રોજ ભગવાન નગરયાત્રાએ નીકળવાના છે. જેને લઈને જગન્નાથ મંદિરમા ઉત્સાહનો માહોલ છે. ભગવાનના વસ્ત્રો, પ્રસાદ અને યજમાનને લઈને તૈયારીઓ પુરજોશમાં છે. રથયાત્રાની તૈયારીના ભાગરૂપે મંદિરમાં પર સમારકામ અને જે રથમાં સવાર થઈને ભગવાન તેમના ભાઈ અને બહેન સાથે બિરાજમાન થઈને નગરનું પરિભ્રમણ કરશે તે રથોનું શાઝ શણગારવાનું કાર્ય પણ જોર શોરથી ચાલી રહ્યું છે. તો રથયાત્રાના પાવન પર્વની ભગવાનના ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે પર્વ નિમિત્તે ભગવાન જલ્દી જ પોતાના મંદિરથી બહાર આવીને ભક્તોને દર્શન આપીને ધન્ય કરશે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code