File Phto
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો કહેર વ્યાપેલો છે ત્યારે એક ચિંતાજનક વાત સામે આવી છે. શહેરનાં હાટકેશ્વર વિસ્તારનાં ભાઈપુરાના હરિપુરા વોર્ડમાં એક સાથે 24થી વધારે શાકભાજી વહેંચતા ફેરિયાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેના કારણે તંત્ર દોડતું થયું છે. જેને પગલે ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે હરિપુરા પહોંચ્યા છે. આ દર્દીઓનાં પરિવારજનો સાથે આખા વિસ્તારને ક્વૉરન્ટીન કરવાની કામગીરી થઇ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં શાકભાજી અને કરિયાણાના સુપર સ્પ્રેડર્સનો પણ વધારો થઈ રહ્યો છે. જેને કારણે કોર્પોરેશન દ્વારા શહેરમાં સુપર સ્પ્રેડરનું મોટા પાયે સ્ક્રીનિંગ કરાયું હતું. અંદાજે 1437 ફેરિયાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી ગઇકાલે 28 ફેરિયાઓને ઘરે ક્વોરન્ટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે. તેમાંથી 1409 ફેરિયાઓને હેલ્થ કાર્ડ આપવામાં આવ્યાં છે. શાકભાજીવાળાઓને હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. ત્યારે પ્રજાજનોએ આ હેલ્થ કાર્ડ હોય તેવા ફેરિયાઓ પાસેથી જ શાક ખરીદવાનું રહેશે. આ હેલ્થ કાર્ડ સાત દિવસ પૂરતું માન્ય રહેશે અને હેલ્થ કાર્ડ ધરાવતા ફેરિયાઓ જ શાકભાજીનું વેચાણ કરી શકશે. જો કોઇ હેલ્થ કાર્ડ વગર ફેરિયો શાકભાજી વહેચી શકશે નહીં. આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ફેરિયાઓનું ચેકિંગ કરી તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવશે.

રાજ્યમાં કોરોનાનો ભરડોસોમવારે રાજ્યમાં 376 નવા પોઝિટિવ કેસ મળ્યા. આ સતત છઠ્ઠી વાર બન્યું છે કે, 300થી વધુ કેસ આવ્યા છે. બીજીબાજુ સોમવારે જ 29 મોત પણ નોંધાયા. આ સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં 319 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. 29માંથી 26 મોત માત્ર અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અહીં કેસોની સંખ્યા 4000ને પાર થઈ ચૂકી છે અને મોતની સંખ્યા 234 પર પહોંચી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code