અમદાવાદ: KBCના નામે 1.26 લાખની ઠગાઇ, અંતે પોલીસ ફરીયાદ

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદમાં ઓનલાઇન ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાણંદનાં એક યુવાનને ફોન આવ્યો અને કહ્યું કે, કેબીસીમાંથી બોલું છું, તમને 25 લાખની લોટરી લાગી છે. તેવું જણાવીને યુવાન પાસેથી 1.26 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
અમદાવાદ: KBCના નામે 1.26 લાખની ઠગાઇ, અંતે પોલીસ ફરીયાદ

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદમાં ઓનલાઇન ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાણંદનાં એક યુવાનને ફોન આવ્યો અને કહ્યું કે, કેબીસીમાંથી બોલું છું, તમને 25 લાખની લોટરી લાગી છે. તેવું જણાવીને યુવાન પાસેથી 1.26 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાણંદનાં વસોદરા ગામમાં રહેતા મહેશભાઇ પટેલને અજાણી વ્યક્તિએ ફોન કરીને લાલચ આપી હતી. તેને જણાવ્યું હતું કે, કેબીસીમાંથી તમને 25 લાખ રૂપિયાની લોટરી લાગી છે. જે બાદ ગઠિયાએ મહેશભાઇએ વિશ્વાસમાં લઇને ચાર અલગ અલગ એકાઉન્ટ નંબર આપ્યાં હતાં. બાદમાં મહેશભાઇનાં એકાઉન્ટમાંથી કુલ 1,26, 150 ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરાવી હતી. છેતરાયાની શંકા જતા તેમણે બેંકમાં જઇને પોતાનું એકાઉન્ટ ફ્રીઝ કરાવીને સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.