અમદાવાદઃ નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સાધકોએ આશ્રમ ખાલી કર્યો

અટલ સમાચાર, ડેસ્ક કલેક્ટર તરફથી આદેશ કરાયા બાદ આજે નિત્યાનંદ આશ્રમમાં રહેતા લોકો અને સાધકો આશ્રમ ખાલી કરી રહ્યાં છે. પાપલીલા તથા અનેક કૌભાંડોનું કેન્દ્ર બનેલ નિત્યાનંદ આશ્રમ આજે ખાલી કરાવવામાં આવી રહ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાધકો અને સાધ્વીઓ આશ્રમ ખાલી કરતા નજરે ચઢ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ તમામ સાધકો બિસ્તરા-પોટલા લઈને
 
અમદાવાદઃ નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સાધકોએ આશ્રમ ખાલી કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

કલેક્ટર તરફથી આદેશ કરાયા બાદ આજે નિત્યાનંદ આશ્રમમાં રહેતા લોકો અને સાધકો આશ્રમ ખાલી કરી રહ્યાં છે. પાપલીલા તથા અનેક કૌભાંડોનું કેન્દ્ર બનેલ નિત્યાનંદ આશ્રમ આજે ખાલી કરાવવામાં આવી રહ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાધકો અને સાધ્વીઓ આશ્રમ ખાલી કરતા નજરે ચઢ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ તમામ સાધકો બિસ્તરા-પોટલા લઈને આશ્રમની બહાર દેખાયા હતા. સાધકોને અહીંથી બેંગલોર લઈ જવામાં આવશે. તેમના શિફ્ટીંગ માટે 2 લક્ઝરી બસ બોલાવવામાં આવી છે, જેના દ્વારા તેઓને બેંગલોર લઈ જવામાં આવશે.

નિત્યાનંદ આશ્રમમાંથી મિસીંગ બે યુવતીઓ તત્વપ્રિયા અને નિત્યનંદિતા હજી પણ તેના પરિવારજનોને મળી છે. ન તો નિત્યાનંદ, ન તો બંને યુવતીઓ મીડિયા, પોલીસ કે તેના પરિવાર સામે આવી છે. ત્યારે નિત્યાનંદ આશ્રમના વિવાદમાં ડીપીએસના કૌભાંડો પણ ખૂલ્યા હતા. ગઈકાલે નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં આવેલી હાથીજણ સ્થિત DPS ઇસ્ટની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવી છે. ત્યારે આજે કલેક્ટર દ્વારા આશ્રમ ખાલી કરાવવામાં આવ્યો છે. હીરાપુર આશ્રમથી સાધકો બેંગ્લોર જવા રવાના થઈ રહ્યાં છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સાધકો સાથે બાળકોને પણ બેંગલોર લઈ જવામાં આવી રહ્યાં છે. પોલીસ પ્રોટેક્શન સાથે સાધકોને લઈ જવાઈ રહ્યાં છે. ત્યારે આખરે ડીપીએસ પરિસરમાંથી નિત્યાનંદના સાધકોની હકાલપટ્ટી થઈ હતી. સરકાર દ્વારા સાધકોને આશ્રમ ખાલી કરવા માટે 3 મહિનાની નોટિસ આપવામાં આવી હતી. જેના બાદ આખરે આજે આશ્રમ ખાલી થયો છે. જોકે, શાળાના સંકુલમાં ધમધમી રહેલા ગેરકાયદેસર બાંધકામ પર બૂલડોઝર ફરી વળશે.

આશ્રમ ખાલી કરતા સમયે સાધકોએ કે આશ્રમના કોઈ પણ લોકોએ મીડિયા સાથે વાત કરવાનો ઈન્કાર કર્યો હતો. ચૂપચાપ પોતાનો સામાન લઈને તેઓ આશ્રમની બહાર નીકળતા દેખાયા હતા. ચૂપચાપ પોતાનો સામાન ઉંચકીને તેઓ લક્ઝરી બસ તરફ જઈ રહ્યા હતા.

આશ્રમને જગ્યા ભાડે આપનાર DPS ઇસ્ટના સંચાલક હિતેન વસંત, પૂજા મંજુલા શ્રોફ અને પૂર્વ પ્રિન્સિપાલએ 2010માં ખોટી NOC રજૂ કરી માન્યતા મેળવી લીધી હતી. વિદ્યાર્થીઓને નવા સત્રથી અન્ય સ્કૂલમાં અભ્યાસ કરાવવામાં આવશે. ડીપીએસ ઇસ્ટ સ્કૂલમાં હાલ ભણી રહેલા ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ અન્ય સ્થાનિક સ્કૂલમાં ખસેડવામાં આવશે. આ પ્રક્રિયામાં ગુજરાત શૈક્ષણિક બોર્ડ પણ મદદરૂપ થશે. આ ઉપરાંત CBSE બોર્ડ દ્વારા પણ આ વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલ માં ખસેડવા બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે