અમદાવાદ: લ્યો બોલો, બે બાઇક સવાર પોલીસની મેમો બુક લઇને ભાગ્યા, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત ભરમાં નવા ટ્રાફિક દંડોને લઈને લોકોમાં રોષ તો છે જ સાથે જ પોલીસની માથે પણ આ નવા નિયમોના પાલન કરાવવાની જવાબદારી છે. જેમાં સામ સામે ઘર્ષણ થાય તેવી પુરી શક્યતાઓ છે જોકે પોલીસને ઘર્ષણમાં ન ઉતરી કાયદા પ્રમાણે કામ કરવાના સૂચનો છે. સોમવારે સવારથી જ ટ્રાફીક પોલીસ અને પબ્લીક વચ્ચે કાંઈક
 
અમદાવાદ: લ્યો બોલો, બે બાઇક સવાર પોલીસની મેમો બુક લઇને ભાગ્યા, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત ભરમાં નવા ટ્રાફિક દંડોને લઈને લોકોમાં રોષ તો છે જ સાથે જ પોલીસની માથે પણ આ નવા નિયમોના પાલન કરાવવાની જવાબદારી છે. જેમાં સામ સામે ઘર્ષણ થાય તેવી પુરી શક્યતાઓ છે જોકે પોલીસને ઘર્ષણમાં ન ઉતરી કાયદા પ્રમાણે કામ કરવાના સૂચનો છે. સોમવારે સવારથી જ ટ્રાફીક પોલીસ અને પબ્લીક વચ્ચે કાંઈક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. તેવા સંજોગોમાં અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની જ મેમો બુક લઈ બાઈક સવાર બે શખ્સો ભાગી ગયા હોવાની ઘટના બની હતી.

અમદાવાદ: લ્યો બોલો, બે બાઇક સવાર પોલીસની મેમો બુક લઇને ભાગ્યા, જાણો વધુ

અમદાવાદના લાલદરવાજાની જુમ્મા મસ્જીદ પાસે ટ્રાફિક પોલીસની મેમો બુક લઈ બાઈક સવાર બે શખ્સો ભાગી ગયા હતા. જોકે અન્ય એક પોલીસ કર્મીએ બાઈક પર તે શખ્સોનો પીછો કરતાં શખ્સોએ મેમો બુક જ રસ્તામાં ફેંકી દીધી હતી. આ મામલે જોકે હજુ સુધી ફરિયાદ થઈ નથી અને કદાચ મેમો બુક પરત મળી ગઈ હોવાથી ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

લાલદરવાજા જુમ્મા મસ્જીદ ખાતે પોલીસ ટ્રાફિકના નિયમનમાં ઊભી હતી. દરમિયાન બે શખ્સો હેલ્મેટ પહેર્યા વગર ત્યાંથી જતાં હતા. સ્વાભાવીક છે કે પોલીસે તેમને અટકાવ્યા અને મેમો બનાવવાનું શરૂ કર્યું. પોલીસે મેમો તૈયાર કરી મેમોમાં તેમની સહી કરાવવા માટે મેમો બુક તેમના હાથમાં આપી અને મેમો બુક જેવી તેમના હાથમાં આપવા ગયા ત્યાં જ મેમો બુક ઝૂંટવીને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા. જોકે પ્રથમ હાસ્યાસ્પદ લાગતી આ ઘટનામાં પોલીસ કર્મીનો જીવ અદ્ધર થઈ ગયો હતો. અન્ય એક પીએસઆઈએ બાઈક પર તેમનો પીછો કરતાં તેઓએ મેમોબુક રસ્તામાં જ ફેંકી દીધી હતી.