અમદાવાદઃ તસ્કરો ફાયર સ્ટેશનમાંથી 30 લાખની શબવાહિનીની ચોરી કરતાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 16 વર્ષથી ફરજ બજાવતા વિજયસિંહ પુવાર પ્રહલાદનગર રોડ પર આવેલા ફાયર બ્રિગેડના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહે છે. તેઓ આ જ ફાયર સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તેઓ ફાયર બ્રિગેડમાં શબવાહીની ચલાવે છે. તાજેતરમાં જ આ ફાયર સ્ટેશનમાં એક નવી શબવાહીની આવી હતી, જે વિજયસિંહ ચલાવતા હતા. આ વાહનનો
 
અમદાવાદઃ તસ્કરો ફાયર સ્ટેશનમાંથી 30 લાખની શબવાહિનીની ચોરી કરતાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 16 વર્ષથી ફરજ બજાવતા વિજયસિંહ પુવાર પ્રહલાદનગર રોડ પર આવેલા ફાયર બ્રિગેડના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહે છે. તેઓ આ જ ફાયર સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તેઓ ફાયર બ્રિગેડમાં શબવાહીની ચલાવે છે. તાજેતરમાં જ આ ફાયર સ્ટેશનમાં એક નવી શબવાહીની આવી હતી, જે વિજયસિંહ ચલાવતા હતા. આ વાહનનો નંબર GJ 01GA 2169 છે. રવિવારના રોજ તેઓ આ શબવાહીની લઈને બોડકદેવ ખાતેની વર્ધીમાં ગયા હતા. ત્યાંથી પરત આવીને સાંજના સાતેક વાગ્યે ફાયર બ્રિગેડના પાર્કિંગમાં શબવાહિની પાર્ક કરી હતી. આ વાહન ઇમર્જન્સી વાહન હોવાથી ગાડીની ચાવી સ્ટિયરિંગમાં જ રાખી હતી. આજે એટલે કે સોમવારે સવારે સાત વાગ્યે પાર્ક કરેલી જગ્યાએ શબવાહિની જણાઈ ન હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રહલાદનગર ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર એમ. બી. ગઢવીને પણ જાણ કરી હતી. તેઓએ આ બાબતે ઊચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. બાદમાં આસપાસમાં તપાસ કરી હતી. જોકે, આસપાસમાં શબવાહીની ન મળી આવતા નજીકમાં આવેલા ફ્લેટ તથા કોમ્પ્લેક્સના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ અજાણ્યા શખ્શો 30 લાખની કિંમતની આ શબવાહિની ચોરી કરી પ્રહલાદનગર થઈ એસજી હાઇવે તરફ જતા હોવાના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ મામલે તેઓએ પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી તપાસ શરૂ કરી હતી. અહીં જે ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે તેની પાછળ જ કર્મચારીઓનાં સ્ટાફ ક્વાર્ટર્સ આવેલા છે. આ સ્ટાફ ક્વાર્ટર્સમાં જે મુખ્ય ગેટ છે ત્યાં આગળ સીસીટીવી લગાવવામાં આવ્યા છે, પરંતુ જે જગ્યાએ ફાયરબ્રિગેડના વાહનો પાર્ક કરવામાં આવે છે તે જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવાયા નથી. આ માટે હવે એસજી હાઈવે પરના તમામ રૂટના સીસીટીવી ફૂટેજ જોવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે.