અમદાવાદ: કોલેજની A.T.K.T.માં પાસ કરાવાનું કહી 4 લોકોએ વિધાર્થીની સાથે આચર્યુ દુષ્કર્મ

અટલ સમાચાર,અમદાવાદ અમદાવાદના રામોલમાં કોલેજની વિધાર્થીની સાથે કોલેજની A.T.K.T.માં પાસ કરાવાનું કહી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરીયાદ રામોલ પોલીસ સ્ટેશને નોધાંતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 20 વર્ષની યુવતીની કોલેજની પરીક્ષામાં A.T.K.T. આવી હતી. પોતાને A.T.K.T.માંથી પાસ કરાવવા માટે તે હાર્દિક, અનિકેત, ચિરાગ અને રાજ નામના યુવાનોના
 
અમદાવાદ: કોલેજની A.T.K.T.માં પાસ કરાવાનું કહી 4 લોકોએ વિધાર્થીની સાથે આચર્યુ દુષ્કર્મ

અટલ સમાચાર,અમદાવાદ

અમદાવાદના રામોલમાં કોલેજની વિધાર્થીની સાથે કોલેજની A.T.K.T.માં પાસ કરાવાનું કહી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરીયાદ રામોલ પોલીસ સ્ટેશને નોધાંતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 20 વર્ષની યુવતીની કોલેજની પરીક્ષામાં A.T.K.T. આવી હતી. પોતાને A.T.K.T.માંથી પાસ કરાવવા માટે તે હાર્દિક, અનિકેત, ચિરાગ અને રાજ નામના યુવાનોના સંપર્કમાં આવી હતી. આ ચારેયે તેને A.T.K.T.માંથી પાસ કરાવી દેવાની લાલચ આપી હતી. તેથી તેઓએ યુવતીને ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી, અને તેને કેફી પીણું પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં વારંવાર યુવતીને બ્લેકમેઈલ કરવામાં આવી હતી અને ચારેય તેનો લાભ લેતા રહ્યા હતા. જેના બાદ યુવતીને ગર્ભ રહી ગયો હતો અને આઠ માસ બાદ મૃત બાળકનો જન્મ થયો હતો. સમગ્ર મામલો બહાર આવતા તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જોકે ચારેય આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે.