આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના અમદાવાદના 32 વર્ષીય યુવાન જયેશ પટેલ એજન્ટ મારફતે 81 વર્ષીય વૃધ્ધનો અસલી પાસપોર્ટ મેળવી ન્યુ દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પહોંચી ગયો હતો. જયેશ પટેલે વાળ અને દાઢી સફેદ કલરના કરી નાખી વૃદ્ધ જેવા ચશ્મા, પાઘડી અને કપડાં પણ પહેર્યા હતા. કોઈને શંકા ના જાય એટલે તે વ્હિલચેરમાં એરપોર્ટ ગયો હતો. જોકે, આ યુવક ચહેરા પર નકલી કરચલીઓ બનાવી નહોતો શક્યો અને છેવટે ચામડીના કારણે ઝડપાઈ ગયો હતો.

swaminarayan
advertise

રાત્રે 10:45 વાગ્યે ન્યૂયોર્ક જતી ફ્લાઈટમાં સવાર જવાનો જ હતો, ત્યારે સિક્યોરિટી ઈન્સ્પેક્ટરે તેને મેટલ ડિટેક્ટર ક્રોસ કરવાનું કહ્યું, પરંતુ તે વૃદ્ધ ચાલવાનું તો દૂર, સીધો ઊભો પણ નહોતો રહી શકતો. બાદમાં વાતચીતમાં તેણે અવાજ ભારે રાખવાનો પ્રયાસ કર્યો અને છેવટે નજર બચાવવા લાગ્યો. આ દરમ્યાન તેની ચામડી જોઈને ઈન્સ્પેક્ટરને શંકા ગઈ કારણ કે, આટલા વૃદ્ધ માણસની ચામડી યુવાન જેવી હતી. એટલે તેનો પાસપોર્ટ તપાસવામાં આવ્યો, પરંતુ તેમાં બધુ બરાબર હતું. પાસપોર્ટમાં તેનું નામ અમરીક સિંહ અને જન્મતારીખ 1 ફેબ્રુઆરી, 1938 હતી.

છેવટે તેની સઘન પૂછપરછ કરતા ખબર પડી કે, તે વૃદ્ધ નથી પણ યુવાન છે. બાદમાં તેણે પોતાનું સાચું નામ જયેશ પટેલ કહ્યું હતું. આ યુવક અમદાવાદનો 32 વર્ષીય યુવક છે. આ યુવક ઈમિગ્રેશન અધિકારીઓના હવાલે કરી દેવાયો હતો.

23 Sep 2020, 6:59 AM (GMT)

COVID-19 Global Stats

31,788,295 Total Cases
975,555 Death Cases
23,404,190 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code