અમદાવાદ: કોરોના વાયરસના સંક્રમણથી પ્રથમ પોલીસકર્મીનું મોત

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદનાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસો ભયજનક રીતે વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોનાને કારણે હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજીનું મોત નીપજ્યું છે. અમદાવાદમાં આ પહેલા પોલીસ કર્મી છે જેમનું મોત નીપજ્યું છે. પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરત જી સોમાજીનું વહેલી સવારે કોરોનાના કારણે મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે, ભરતજીને
 
અમદાવાદ: કોરોના વાયરસના સંક્રમણથી પ્રથમ પોલીસકર્મીનું મોત

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદનાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસો ભયજનક રીતે વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોનાને કારણે હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજીનું મોત નીપજ્યું છે. અમદાવાદમાં આ પહેલા પોલીસ કર્મી છે જેમનું મોત નીપજ્યું છે. પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરત જી સોમાજીનું વહેલી સવારે કોરોનાના કારણે મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે, ભરતજીને 16 તારીખે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની સારવાર દરમિયાન જ આજે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના અનેક પોલીસ કર્મી કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. ત્યારે આ મોતના સમાચારથી પોલીસ બેડામાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ છે. આ મામલે ડીસીપી ઝોન 4 નિરજ બદગુજર દ્વારા મોતની પુષ્ટિ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, કોરોનાની આ મહામારી માં મેડિકલ અને પોલીસ સ્ટાફ ફ્રન્ટ લાઈન પર કામ કરી રહ્યાં છે અને જેમને સૌથી વધુ જોખમ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અમદાવાદમાં 24 કલાકમાં એટલે કે, 16મેની સાંજથી 17 મેની સાંજ સુધીમાં કોરોનાના વધુ 276 કેસ નોંધાયા છે અને 31ના મોત થયા છે. જ્યારે 115 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 8420, કુલ મૃત્યુઆંક 524 અને કુલ 2660 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. હાલ શહેરમાં કોરોનાના 5236 એક્ટિવ કેસ છે.