અમદાવાદ: કોરોનાના સંક્રમણ અંગે સૌપ્રથમ “પૂલ ટેસ્ટિંગ” પદ્ધતિનો ઉપયોગ

અટલ સમાચાર,ડેસ્ક તાજેતરમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત વધારો નોધાઇ રહ્યો છે. નવા કેસ શોધવા માટે મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ અને ઇન્ટેન્સિવ સર્વેલન્સના કારણે કોરોના વાયરસથી પ્રભાવિત લોકોને સામેથી શોધવામા સારી સફળતા મળી રહી છે. કોરોના વાયરસથી પ્રભાવિત વ્યક્તિને ખૂબ જ ઝડપથી શોધી અને આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે. આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા
 
અમદાવાદ: કોરોનાના સંક્રમણ અંગે સૌપ્રથમ “પૂલ ટેસ્ટિંગ” પદ્ધતિનો ઉપયોગ

અટલ સમાચાર,ડેસ્ક

તાજેતરમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત વધારો નોધાઇ રહ્યો છે. નવા કેસ શોધવા માટે મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ અને ઇન્ટેન્સિવ સર્વેલન્સના કારણે કોરોના વાયરસથી પ્રભાવિત લોકોને સામેથી શોધવામા સારી સફળતા મળી રહી છે. કોરોના વાયરસથી પ્રભાવિત વ્યક્તિને ખૂબ જ ઝડપથી શોધી અને આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે. આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા ટેસ્ટિંગ માટે નવી રીતનો ઉપયોગ શરૂ કરાયો છે. જેનાથી કોરોનાના કેસને ઝડપથી શોધવામાં મદદ મળશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એએમસીના જણાવ્યા મુજબ કોરોના વાયરસ ટેસ્ટિંગની પ્રક્રિયામાં ઓછા સંશાધનો વાપરી અને મહત્તમ પરિણામ મેળવવા માટે અમુક દેશોમાં નવતર પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. આ પદ્ધતિઓમાં લોકોના અમૂક સમૂહ કે જે એકબીજા સાથે કૌટુંબિક અથવા સામાજિક કે અન્ય રીતે સંકળાયેલ હોય તેવા પાંચથી પંદર વ્યક્તિઓનું સેમ્પલોનું એક “POOL” બનાવી તેનો સિંગલ ટેસ્ટ કરવામાં આવે છે . જેમાં સમૂહમાં લીધેલ તમામ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમતિ ન હોય તો પરિણામ નેગેટિવ આવે છે. અને એક કે એકથી વધારે વ્યક્તિઓ પોઝિટિવ હોય તો પોઝિટિવ પરિણામ આવે છે. પોઝિટિવ પરિણામ આવે તેવા કિસ્સામાં લીધેલ સમૂહમાં સમાવિષ્ટ તમામ લોકોના અલગ અલગ સેમ્પલ લઇ વ્યક્તિગત ટેસ્ટ કરવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં અમુક વિસ્તારોને હૉટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે ત્યાં પૂલ ટેસ્ટિંગ પદ્ધતિથી ટેસ્ટિંગ કરવાથી અનેક લોકોનું એક સાથે ટેસ્ટિંગ શક્ય બને છે. આ રીતે પોઝિટિવ દર્દીઓને અલગ તારવીને આઇસોલેશન અને તબીબ સારવાર હેઠળ મોકલી શકાય છે. હાલમાં છેલ્લા સાત-આઠ દિવસથી સેમ્પલ લેવાના પ્રમાણમાં એએમસી દ્વારા સતત વધારો કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ગતિ મળે અને વધુમાં વધુ ટેસ્ટિંગ કરી શકાય તે માટે આ નવી પદ્ધતિનો અમલ આજથી શરૂ કરવામાં આવ્યો છે.