આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કૂદકેને ભૂસકે કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. એમા પણ અમદાવાદમાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યાં છે. આજે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જે આંકડા જાહેર થયા તે મુજબ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ 432 થયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અજય નહેરાએ પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોના મામલે ઉપયોગી માહિતી પૂરી પાડી. તેમણે કહ્યું કે ગઈ કાલ સવાર સુધીમાં અમદાવાદમાં 139 કેસ હતાં જ્યારે છેલ્લા 24 કલાકમાં 86 કેસ નોંધાયા. તેમણે ખાસ કહ્યું કે આવનારા દિવસોમાં સેંકડો અને હજારો કેસો નીકળે અને લાખો કેસ નોંધાવવાની શક્યતા પણ નકારી શકાય નહીં.

અમદાવાદ અને વડોદરા કોરોનાના હોટસ્પોટ બની ગયા છે. અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 228 થયો છે. જ્યારે 7 અને આજના 2 એમ કુલ 9 લોકોએ અત્યાર સુધીમાં અમદાવાદમાં જીવ ગુમાવ્યાં છે. જ્યારે ગુજરાતનો કોરોનાના કારણે મૃત્યુઆંક 19 થયો છે. અમદાવાદ અને એમાંય કોટ વિસ્તારમાંથી બહાર નીકળવું રીસ્કી છે. સામાજિક રાજકીય અને ધાર્મિક આગેવાનો અપીલ કરે. તેઓ ખાસ લોકોને બહાર ન નીકળવા માટેની અપીલ કરે. આજથી અમદાવાદ મહાનગર પાલિકા કોવિડ કેર સેન્ટર શરૂ થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નહેરાએ વધુમાં કહ્યું કે, છેલ્લા ચાર દિવસથી મોટા પાયે ટેસ્ટિંગ હાથ ધરાયું છે. પેસીવ સર્વેલન્સમાં 1059 નમૂના લેવાયા છે જ્યારે એક્ટીવ સર્વેલન્સમાં 3637 સેમ્પલ લેવાયા હતાં. આમ ટોટલ 4696 સેમ્પલ લેવાયા. જે પૈકી 225 પોઝિટિવ આવ્યાં. તેમના કહેવા મુજબ આટલા મોટા પાયે ચેકિંગ હાથ ધરાતા કેસ શોધવામાં સફળતા મળી. કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરીને ચેક પોસ્ટ ઊભી કરાઈ છે. આરોગ્યની ટીમે પાંચ લાખ 210 લોકોને આવરી લઈને ચેકિંગ હાથ ધર્યું. 678 સેમ્પલ લેવાયા. દરેક પોઝિટિવ કેસમાં કોન્ટેક્ટ શોધીને તેમને ક્વોરન્ટાઈન કરાયા. 1774 લોકોને ક્વોરન્ટાઈન કરાયાં. એક પોઝિટિવ કેસથી અંદાજે ચારસોથી પાંચસો લોકોને ચેપ લાગી શકે છે. 700થી 800 લોકોની ટીમો સઘન કામગીરી આ અંગે કરી રહી છે. સામેથી કેસ શોધવાના કારણે સફળતા મળી રહી છે.

કમિશનર નહેરાએ વધુમાં કહ્યું કે, કોરોના ચેકપોસ્ટ ઊભી કરીને 13 પોસ્ટ પર 24 કલાક 26350 વ્યક્તિઓના ચેકિંગ કરાતા 39 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં. શહેરના તમામ ઝોનમાં સર્વેલન્સની કામગીરી 748 ટીમોએ 5 લાખથી વધુ લોકોની તપાસીને હાથ ધરી. જે વિસ્તારોમાં લોકડાઉનનું પાલન થયું ત્યાં કેસ અટકાવી શક્યાં. જ્યાં લોકડાઉનનો અસરકારક રીતે અમલ નથી ત્યાં કેસ વધારે છે. આ વાયરસ પોતાની રીતે મલ્ટીપ્લાય થઈ શકતો નથી. દર્દીઓના નામ જાહેર કરવા અંગે તેમણે કહ્યું કે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને આગામી નિર્ણય લેવામાં આવશે. કોઈ પણ તહેવાર હાલના સંજોગોમાં ઉજવાશે નહીં. તેની કોઈએ મંજૂરી માંગવી નહીં. તહેવારની ઉજવણી પોતાના ઘરોમાં જ કરવાની રહેશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code