અમદાવાદઃ ગઠિયો નિવૃત્ત જજનો દીકરો હોવાનું કહી રિક્ષા ચાલકના રૂપિયા પડાવી ગયો

અટલ સમાચાર, ડેસ્ક મણીનગર વિસ્તારમાં જોવા મળ્યો છે. જ્યાં મુસાફર બનીને આવેલા ગઠિયાની રિક્ષા ચાલકે મદદ કરી હતી. ગઠિયાએ દવા ખરીદવાના બહાને રિક્ષા ચાલક પાસેથી રૂપિયા લીધા હતા. આ આ દરમિયાન તે પોતે નિવૃત્ત જજમણીનગર રેલવે સ્ટેશન પાસે તેણે રિક્ષા ઊભી રાખવી એક બિલ્ડિંગમાં દવા લેવા માટે ગયો હતો. તેણે રિક્ષા ચાલકને કહ્યું હતું કે,
 
અમદાવાદઃ ગઠિયો નિવૃત્ત જજનો દીકરો હોવાનું કહી રિક્ષા ચાલકના રૂપિયા પડાવી ગયો

અટલ સમાચાર, ડેસ્ક

મણીનગર વિસ્તારમાં જોવા મળ્યો છે. જ્યાં મુસાફર બનીને આવેલા ગઠિયાની રિક્ષા ચાલકે મદદ કરી હતી. ગઠિયાએ દવા ખરીદવાના બહાને રિક્ષા ચાલક પાસેથી રૂપિયા લીધા હતા. આ આ દરમિયાન તે પોતે નિવૃત્ત જજમણીનગર રેલવે સ્ટેશન પાસે તેણે રિક્ષા ઊભી રાખવી એક બિલ્ડિંગમાં દવા લેવા માટે ગયો હતો. તેણે રિક્ષા ચાલકને કહ્યું હતું કે, “હું દવા લેવા માટે જાઉં છું. મારે પૈસા ખૂટે તો મને આપજો. હું તમને થોડીવારમાં પરત કરી દઈશ.” 10 મિનિટમાં ગઠિયો પરત આવ્યો હતો અને દવા ન હોવાનું કહીને એલ.જી. હૉસ્પિટલ લઈ જવા માટે કહ્યું હતું. જ્યાં તેણે ફરિયાદી પાસે રૂપિયા માંગ્યા હતા. આથી ફરિયાદીએ પાંચ હજાર રોકડા આપ્યા હતા.

ગાયકવાડ હવેલી વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા ફારૂક નજીર મહમદ છીપાએ મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, ગુજરાત કૉલેજ નીચે તે મુસાફરની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન એક બાઈક ચાલક તેમની પાસે આવ્યો હતો. ચાલકે મણીનગરથી ગોતા જવા માટે કહીને ફરિયાદીના મોબાઇલ પરથી તેના મોબાઇલમાં મિસ કૉલ કરાવ્યો હતો. થોડીવાર બાદ આ ગઠિયાએ રિક્ષા ચાલકને થોડેક આગળ બોલાવી મણીનગર લઈ જવા માટે કહ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ દરમિયાન ગઠિયાએ રિક્ષા ચાલકને વિશ્વાસમાં લેવા માટે કહ્યુ હતુ કે, ‘હું કંઈ જેવો તેવો માણસ નથી. હાઇકોર્ટના નિવૃત્ત જજ બારોટ સાહેબનો દીકરો છું. તમારા પૈસા ક્યાંક નહીં જાય.” આવું કહીને તે મોબાઇલ પર વાત કરવા લાગ્યો હતો. થોડીવાર બાદ ગઠિયાએ ફરિયાદીને વાત કરવા ફોન આપ્યો હતો. જેમાં સામે વાળી વ્યક્તિએ ગઠિયાના પિતા બનીને વાત કરી હતી. સાથે કહ્યું હતું કે હું, “હાઇકોર્ટનો નિવૃત્ત જજ વાત કરું છું. મારા દીકરાને પૈસાની જરૂર હોય તો આપજો. તમે દવા લઈને આવો એટલે હું તમને આપી દઈશ.”

આવી વાતચીત બાદ ગઠિયો ફરિયાદીના પાંચ હજાર રૂપિયા લઇને દવા લેવા ગયો હતો. થોડીવાર રહીને પરત આવી વધુ રૂપિયાની જરૂર હોવાથી ફરિયાદી પાસેથી એટીએમ કાર્ડ અને તેનો પીન નંબર લઈ ગયો હતો. જેમાંથી તેણે 30 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. થોડીવાર રાહ જોયા બાદ ગઠિયો પરત ન આવતા રિક્ષા ચાલકે હૉસ્પિટલ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. જોકે, આ ગઠિયો મળ્યો ન હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણીને રિક્ષા ચાલકે પોલીસનો સંપર્ક કર્યો હતો.