અમદાવાદ: ટ્રાફીક પોલીસ ફરી સક્રિય, બે દિવસમાં 24.65 લાખનો દંડ વસુલ્યો

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ફરી એકવાર તવાઈ શરૂ કરી છે. જેના કારણે સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 2 દિવસમાં ટ્રાફિક પોલીસે 24.65 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને દંડ ફટકારવાનું શરૂ કરી દીધું છે. તવાઈના ભાગરૂપે ટ્રાફિક પોલીસ સક્રિય બની છે અને તેઓએ 2 દિવસમાં જ
 
અમદાવાદ: ટ્રાફીક પોલીસ ફરી સક્રિય, બે દિવસમાં 24.65 લાખનો દંડ વસુલ્યો

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ફરી એકવાર તવાઈ શરૂ કરી છે. જેના કારણે સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 2 દિવસમાં ટ્રાફિક પોલીસે 24.65 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને દંડ ફટકારવાનું શરૂ કરી દીધું છે. તવાઈના ભાગરૂપે ટ્રાફિક પોલીસ સક્રિય બની છે અને તેઓએ 2 દિવસમાં જ વાહન ચાલકોની પાસેથી રૂ. 24.65 લાખનો દંડ વસૂલ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ: ટ્રાફીક પોલીસ ફરી સક્રિય, બે દિવસમાં 24.65 લાખનો દંડ વસુલ્યો

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે દંડ માટે જે નિયમ અપનાવ્યા છે તેમાં હેલ્મેટ વિનાના અને સીટ બેલ્ટ વિના ડ્રાઈવિંગ કરનારા વાહન ચાલકોને ટાર્ગેટ કર્યા હતા. હેલ્મેટ વિનાના 1150 વાહનચાલકોની પાસેથી 5.75 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. જ્યારે સીટબેલ્ટ વિનાના 986 વાહનચાલકોને 4.93 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.