અમદાવાદ વાસણા PIના ત્રાસથી 6 PSI રજા પર ઉતર્યા?
અમદાવાદ વાસણા PIના ત્રાસથી 6 PSI રજા પર ઉતર્યા?

અટલ સમાચાર, અમદાવાદ

થોડા દિવસ પહેલાં પીઆઈ બી. ડી. ગમારે ઝોન-3 ડીસીપી આર. એફ. સંઘાડાના ત્રાસથી આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી હતી. હવે વાસણા પોલીસ સ્ટેશનના પીઆઈ સી. યુ. પરેવાની હેરાનગતિથી થાકી વાસણા પોલીસ સ્ટેશનના 6 પીએસઆઈ રજા ઉપર ઉતરી ગયા છે. જોકે, આ અંગે પીઆઇ લગ્ન પ્રસંગમાં ગયા હોવાનો ખુલાસો કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં પીઆઇ સી.યુ. પરેવાની હેરાનગતિથી સ્ટેશનના છ પીએસઆઇ પી.એચ.જાડેજા, સી. વાય. બારોટ, એ. આર. સૂર્યવંશી, બી. એમ. પટેલ, એ. આર. તળવી, એલ. જે. વાળા રજા પર ઊતરી ગયા છે. લગ્નસરાને કારણે રજા પર ઉતર્યા હોવાનો અધિકારીઓ દાવો કરી રહ્યા છે.

એવી માહિતી મળી રહી છે કે, આ સાહેબ રાતે રાજાપાઠમાં જ રહે છે. ગુનો દાખલ થાય એટલે સીધી જ તપાસ જે તે પીએસઆઈને સોંપી દે છે. તપાસમાં ફરિયાદી અને આરોપી પક્ષને બોલાવીને મોટી રકમ પડાવી લે છે અને ત્યાર બાદ પીએસઆઈને આવું કરવું અને આવું નહી કરવાની ફરજ પાડે છે. આથી કેસમાં ક્યાંય ખોટું થયાની રાવ થાય તો જવાબદારી તપાસ કરનારા પીએસઆઈ પર ઢોળવામાં આવે છે.