અમદાવાદઃ પત્ની મંદિરમાં પ્રાથના કરતી હતી, ત્યાંજ પતિના ખરાબ સમાચાર આવ્યા

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં એક કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે. એલઆઇસીમાં કામ કરતા કર્મચારીને નોકરીએ જવા માટે બીઆરટીએસ સ્ટેન્ડ પાસે ઉતારીને પત્ની મંદિરે ગઇ હતી. ત્યાં પરિવારનાં સુખ માટે અને પતિના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી તેવામાં જ પરિચીત મહિલાનો આ મહિલા પર ફોન આવ્યો હતો કે, તેમના પતિનો ડમ્પર સાથે અકસ્માત
 
અમદાવાદઃ પત્ની મંદિરમાં પ્રાથના કરતી હતી, ત્યાંજ પતિના ખરાબ સમાચાર આવ્યા

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં એક કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે. એલઆઇસીમાં કામ કરતા કર્મચારીને નોકરીએ જવા માટે બીઆરટીએસ સ્ટેન્ડ પાસે ઉતારીને પત્ની મંદિરે ગઇ હતી. ત્યાં પરિવારનાં સુખ માટે અને પતિના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી તેવામાં જ પરિચીત મહિલાનો આ મહિલા પર ફોન આવ્યો હતો કે, તેમના પતિનો ડમ્પર સાથે અકસ્માત થયો છે અને સારવાર માટે ઇજાગ્રસ્તને સોલા સિવિલ લઇ ગયા હતા. જેથી પત્ની તરત જ ત્યાં ગઇ. જ્યાં પતિનું સારવાર દરમિયાન મોત થતા પત્ની આઘાતમાં સરી પડી હતી. સમગ્ર મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના થલતેજ ગ્રીનવુડ સોસાયટીમાં રહેતા હિનાબહેનના પતિ દિલિપભાઇ પટેલ રિલિફ રોડ પર એલઆઇસીમાં એડમિન ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. સોમવારનાં રોજ હિનાબહેન એક્ટિવા પર પતિને બેસાડી સત્તાધાર બીઆરટીએસ બસસ્ટેન્ડ પર મૂકીને તેઓ બેંકમાં અને ત્યારબાદ મંદિરે ગયા હતા. મંદિરે દર્શન કર્યા અને ભગવાન પાસે પરિવારને સુખી રાખવાની પ્રાર્થના કરી તેઓ ત્યાંથી જતા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, તેમના પાડોશી પ્રેમિલાબહેનનો ફોન આવ્યો હતો. પ્રેમિલાબહેને કહ્યું કે, ‘તેમના પતિનો અકસ્માત થયો છે અને તેમને સોલા સિવિલમાં લઇ ગયા છે.’ જેથી તેઓ તાત્કાલિક સિવિલ હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. સિવિલ જઇને તપાસ કરી તો તેમના પતિ કોઇ અજાણ્યા એક્ટિવા પર જતા હતા ત્યારે ભુયંગદેવ ચાર રસ્તા પાસે એએમસીનાં કચરાના ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો. જેનાથી તેમને માથા તથા શરીરનાં અન્ય ભાગે ઇજાઓ પહોંચી હતી. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન દિલિપભાઇનું મોત થતાં પોલીસને જાણ કરાઇ હતી. એ ડિવિઝન પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તપાસ ચાલુ કરી છે.