અમદાવાદ: દીકરીનો જન્મ થતાં પત્નિની હત્યા કરી, પતિને 10 વર્ષની સજા

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદમાં ચાર વખત દીકરીને જન્મ આપનારી પરિણીતાને તેના પતિ સાથે દીકરાને જન્મ આપવા બાબતે થયેલી તકરારમાં પતિએ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનામાં કોર્ટે આરોપી પતિને દોષિત જાહેર કરીને દસ વર્ષની સજા ફટકારી છે. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મહેન્દ્રની પત્નીનું મોત થયું હતું. આ સમગ્ર મામલે મૃતક મહિલાના પરિવારજનોએ મહેન્દ્ર સામે
 
અમદાવાદ: દીકરીનો જન્મ થતાં પત્નિની હત્યા કરી, પતિને 10 વર્ષની સજા

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદમાં ચાર વખત દીકરીને જન્મ આપનારી પરિણીતાને તેના પતિ સાથે દીકરાને જન્મ આપવા બાબતે થયેલી તકરારમાં પતિએ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનામાં કોર્ટે આરોપી પતિને દોષિત જાહેર કરીને દસ વર્ષની સજા ફટકારી છે. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મહેન્દ્રની પત્નીનું મોત થયું હતું. આ સમગ્ર મામલે મૃતક મહિલાના પરિવારજનોએ મહેન્દ્ર સામે અમદાવાદના ગોમતીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરીને મહેન્દ્રની ધરપકડ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

અમદાવાદમાં મહેન્દ્ર પરમાર તેના પરિવારની સાથે રહેતો હતો. મહેન્દ્રની પત્નીને ચાર વખત દીકરીઓને જન્મ આપ્યો હતો. પત્નીની કુખે દીકરાનો જન્મ ન થતા મહેન્દ્ર તેની પત્ની સાથે અવારનવાર ઝગડો કરતો હતો અને મેણા ટોણા મારતો હતો. મે 2017 પુત્રના જન્મને લઇને મહેન્દ્રને તેની પત્ની સથે ઝઘડો થયો હતો અને આ ઝઘડા દરમિયાન તેને પત્નીને માર માર્યો હતો. પત્નીને વધારે ઈજાઓ થવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મહેન્દ્રની પત્નીનું મોત થયું હતું. આ સમગ્ર મામલે મૃતક મહિલાના પરિવારજનોએ મહેન્દ્ર સામે અમદાવાદના ગોમતીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરીને મહેન્દ્રની ધરપકડ કરી હતી. પોલીસે મહેન્દ્રની સામે IPCની કલમ 302, 323 અને 498 (ક)નો ગુનો દાખલ કર્યો હતો ત્યારબાદ આ સમગ્ર મામલો કોર્ટમાં પહોચ્યો હતો. કોર્ટમાં ફરિયાદી પક્ષના વકીલની દલીલ અને પોલીસે રજૂ કરેલા પૂરાવાઓના આધારે કોર્ટે આરોપીને દસ વર્ષની સજા ફટકારી હતી.