અમદાવાદ: કાલુપુર ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરતા મહિલાઓ રસ્તા પર ઉતરી

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેથી કાલુપુર વિસ્તાર કલસ્ટર કન્ટેઇન્મેન્ટ કરાયો છે. જો કે, સ્થાનિકો દ્વારા એએમસીની આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. કાલુપુર વિસ્તારની મહિલાઓએ લોકડાઉન હોવા છતા રસ્તા પર આવીને હોબાળો મચાવ્યો હતો. જો કે પરિસ્થિતી તંગ બને તે પહેલા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને રેપીડ એકશન
 
અમદાવાદ: કાલુપુર ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરતા મહિલાઓ રસ્તા પર ઉતરી

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેથી કાલુપુર વિસ્તાર કલસ્ટર કન્ટેઇન્મેન્ટ કરાયો છે. જો કે, સ્થાનિકો દ્વારા એએમસીની આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. કાલુપુર વિસ્તારની મહિલાઓએ લોકડાઉન હોવા છતા રસ્તા પર આવીને હોબાળો મચાવ્યો હતો. જો કે પરિસ્થિતી તંગ બને તે પહેલા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને રેપીડ એકશન ફોર્સના જવાનો મોટી સંખ્યામાં તૈનાત કરી દેવાયા હતા. તો બગડતી પરિસ્થિતીને થાળે પાડવા માટે સ્થાનિક કોર્પોરેટરે મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં લોકડાઉનને લઇને પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ 1 હજાર 282 ગુના નોંધી, 3 હજાર 907 આરોપીની ધરપકડ કરાઇ છે. રવિવારે કુલ 132 ગુના નોંધી 421 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, 25 ડ્રોન દ્વારા 16 ગુના નોંધી, કુલ 61 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. સાથે જ સોશિયલ મીડિયા પર ભય કે અફવા ફેલાવનારાઓ સામે પણ કુલ 4 ગુના દાખલ કરાયા છે. શહેરમાં કુલ 5 ક્વોરન્ટીન સેન્ટરમાં પોલીસ તૈનાત છે. જ્યારે કે 3 આઇસોલેશન વોર્ડ પર પણ પીએસઆઇ કક્ષાના અધિકારીઓ તૈનાત છે. અત્યાર સુધીમાં પોલીસે કુલ 1 હજાર 743 હોમ ક્વોરન્ટીન લોકોની પોલીસે ચકાસણી કરી છે.