Nitin Patel New
ફાઇલ તસવીર
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ગાંધીનગર

ગુજરાતમાં AIIMS ને મંજૂરી આપવામાં આવી હોય અને આરોગ્ય મંત્રીને આ વાતની જાણ ન હોય એવુ કઈ રીતે શક્ય છે?

 

જસદણ પેટાચૂંટણીના બે દિવસ અગાઉ પ્રચારના અંતિમ દિવસે એવી વાત કરવામાં આવી હતી કે, કેન્દ્ર દ્વારા રાજકોટમાં AIIMSને મંજૂરી આપવામાં આવી છે. આની જાહેરાત પેટાચૂંટણી પૂરી થયા બાદ કરવામાં આવશે. ઉર્જામંત્રીએ તો કેન્દ્ર સરકારને અભિનંદન પણ પાઠવ્યા હતા. જ્યારે આરોગ્ય મંત્રી નીતિન પટેલે સ્વીકાર કર્યો હતો કે તેમને અત્યાર સુધી આ બાબતે કંઈ પણ જાણ નથી.

આમ આ કિસ્સાએ ભાજપના મંત્રીઓ વચ્ચે આંતરિક તાલમેલ ન હોય તેવુ પ્રતિત થાય છે. ગાંધીનગર સચિવાલયમાં ભાજના નેતાઓને અંદરો અંદરનો મતભેદ બહાર આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. કેમ કે ગુજરાતમાં AIIMS ને મંજૂરી આપવામાં આવી હોય અને આરોગ્ય મંત્રીને આ વાતની જાણ ન હોય એવુ કઈ રીતે શક્ય છે?

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code