આક્રોશ@ડીસા: સામુહીક હત્યાકાંડ મામલે ચૌધરી સમાજે આવેદનપત્ર પાઠવ્યું

અટલ સમાચાર, વાવ, ડીસા બનાસકાંઠાના લાખણી નજીક કુડા ગામે એક જ પરિવારના ૪ સભ્યોની હત્યાની ઘટનાને લઇ ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહયો છે. જોકે મંગળવારે બનાસકાંઠા પોલીસે પ્રેસ કોન્સફરન્સ કરી જણાવ્યું હતુ કે, સામુહીક હત્યા ઘરના મોભીએ જ કરી છે. જેને ચૌધરી સમાજ ઘ્વારા વખોડી કાઢવામાં આવેલ છે. ડીસા શહેર ચૌધરી સમાજ ઘ્વારા
 
આક્રોશ@ડીસા: સામુહીક હત્યાકાંડ મામલે ચૌધરી સમાજે આવેદનપત્ર પાઠવ્યું

અટલ સમાચાર, વાવ, ડીસા

બનાસકાંઠાના લાખણી નજીક કુડા ગામે એક જ પરિવારના ૪ સભ્યોની હત્યાની ઘટનાને લઇ ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહયો છે. જોકે મંગળવારે બનાસકાંઠા પોલીસે પ્રેસ કોન્સફરન્સ કરી જણાવ્યું હતુ કે, સામુહીક હત્યા ઘરના મોભીએ જ કરી છે. જેને ચૌધરી સમાજ ઘ્વારા વખોડી કાઢવામાં આવેલ છે. ડીસા શહેર ચૌધરી સમાજ ઘ્વારા આ બાબતે પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર ડીસાએ આવેદનપત્ર આપી ઘટતુ કરવા ન્યાયની માંગણી કરી છે.

આક્રોશ@ડીસા: સામુહીક હત્યાકાંડ મામલે ચૌધરી સમાજે આવેદનપત્ર પાઠવ્યું

ગત 20 જૂનના રોજ લાખણીના કુડા ગામે એક જ પરિવારના ૪ લોકોની હત્યા કરાઇ હતી. જોકે પરિવારના મોભી કરશન પટેલનું પણ સારવાર દરમ્યાન મૃત્યુ થતા કેસ ઉકેલવામાં પોલીસ માટે ગુંચવણ ઉભી થઇ છે. જોકે, બનાસકાંઠા પોલીસે મંગળવારે મોડી સાંજે પ્રેસ કોન્સફરન્સ કરી જણાવ્યું હતુ કે, સામુહીક હત્યા ઘરના મોભીએ જ કરી છે. જેથી ચૌધરી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

આક્રોશ@ડીસા: સામુહીક હત્યાકાંડ મામલે ચૌધરી સમાજે આવેદનપત્ર પાઠવ્યું

આવેદનપત્રમાં જણાવાયુ છે કે, પોલીસ દ્રારા સમગ્ર કેસમાં ભીનું સંકેલવાના પ્રયત્નો થઇ રહ્યા છે. તેથી સીબીઆઇ દ્રારા તટસ્થ અને ઉંડાણપૂર્વકની તપાસ થાય તે અંગે માંગણી કરવામાં આવી છે. વધુમાં જણાવાયુ હતુ કે, દાંતીવાડાના તાલુકાના ભાંડોત્રા ગામે ચૌધરી પરિવાર પર થયેલ હુમલાના આરોપીઓ હજુ સુધી ખુલ્લે આમ ફરી રહ્યા છે તેમજ વડગામ તાલુકાના નાંદોત્રા ગામમાં ચૌધરી પરીવારની દીકરીની ક્રુર હત્યાના આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે જિલ્લામાં ચૌધરી સમાજ એક જ માંગણી કરી રહ્યો છે. તમામ હત્યા કાંડના ગુનેગારોને વહેલામાં વહેલી તકે પકડી પાડવાની અને પીડીત પરિવારોને ન્યાય અપાવવા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.