આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,દશરથ ઠાકોર

ગાંધીનગરમાં છેલ્લા 64 દિવસથી અનામત વર્ગની મહિલાઓ સરકારની સામે 1-08-2018ના પરિપત્રને રદ્દ કરવાની માગણી સાથે આંદોલન કરી રહી છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આ મહિલાઓના સમર્થનમાં આવ્યા છે. આ ઉપરાંત હવે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે 48 કલાકમાં આ બાબતે સરકારને નિર્ણય લેવા અલ્ટીમેટમ આપ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અલ્પેશ ઠાકોરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા 64થી વધારે દિવસોથી OBC, SC/STની દીકરીઓ આંદોલન કરી રહી છે. એક એવો ગેરબંધારણીય ઠરાવ કરવામાં આવ્યો, જે ઠરાવ ગરીબોના અધિકારીઓ પર તરાપ મારવા બરાબર છે અને એવા ઠરાવના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ દિવસ પહેલા તમામ આગેવાનોની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં એવી બાંહેધરી આપવામાં આવી છે કે, આ અન્યાયકારી ઠરાવને રદ્દ કરવામાં આવશે અથવા તો તેમાં સુધારા કરવામાં આવશે. આજે ત્રણ દિવસ થયા પરંતુ હજુ ઠરાવ નથી કરવામાં આવ્યો. હું રાજ્ય સરકારને અપીલ કરું છું કે, 48 કલાકની અંદર આનો નિવેડો લાવો નહીંતર સોમવારે ગાંધીઆશ્રમથી ગાંધીનગર સચિવાયલ સુધી એક પદયાત્રા કરીશ.

અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, આ પદયાત્રા સંવિધાનિક અધિકારોના રક્ષણ માટે અને જતન માટે, ગરીબોના ઉત્થાન માટે, ગરીબોના રક્ષણ માટેની હશે. આ પછી પણ આપ કોઈ નિર્ણય નહીં કરો તો ગાંધીનગર પહોંચ્યા પછી આગામી રણનીતિ નક્કી કરીશું. મને ભરોષો છે કે, રાજ્ય સરકાર ત્વરિક નિર્ણય કરશે. છેલ્લા બે દિવસથી કેટલાક લોકો ગુજરાતમાં અનાજકતા ફેલાવવા

10 Aug 2020, 2:35 AM (GMT)

COVID-19 Global Stats

20,023,016 Total Cases
733,975 Death Cases
12,897,813 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code