આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

શાહરૂખ ખાને એક ઇવેન્ટ દરમિયાન કહ્યું હતું કે હું અક્ષય કુમાર સાથે ફિલ્મ કરી શકતો નથી કારણ કે અમારી ટાઇમિંગ મેચ થતી નથી. તાજેતરમાં જ્યારે કેસરીના પ્રમોશન દરમિયાન અક્ષયકુમારે મીડિયા સાથે મુલાકાત કરી, ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે ક્યારે ફેન્સ બંને સુપરસ્ટાર્સને સાથે જોઈ શકશે? આ અંગે અક્ષય કુમારે કહ્યું કે તે ચોક્કસપણે શાહરુખ સાથેની ફિલ્મ બનાવશે, પરંતુ નિર્દેશકે ટાઈમ મેનેજમેન્ટ કરવું પડશે.
અક્ષય કુમારે કહ્યું- હા, મને લાગે છે કે અમે બંને ફિલ્મ કરી શકીએ છીએ. આ શક્ય છે. એમ પણ બે હિરોવાળી ફિલ્મમાં સોલો વર્ક વધુ હોય છે. તેથી મને આશા છે કે અમે એકસાથે કામ કરી શકીશું. મેં સલમાન ખાન સાથે પણ એક ફિલ્મ બનાવી છે.

તાજેતરના એક ઇન્ટરવ્યૂ દરમિયાન શાહરૂખ ખાનને પૂછવામાં આવ્યું હતું કે શું તે અક્ષય કુમારની જેમ વર્ષમાં 2, 3 ફિલ્મો કરી શકે છે? અથવા તમે અક્ષય કુમાર સાથે કામ કરવા માંગો છો?
શાહરૂખ ખાને જવાબ આપતા કહ્યું કે , “મારા માટે તે ખૂબ જ મુશ્કેલ છે કારણ કે અમારી ટાઈમિંગ મેચ થતી નથી.”
મને અક્ષય સાથે કામ કરવાનું ગમશે પણ બંને સેટ પર જ નઈ મળીએ. હું એમની જેમ વહેલી સવારે ઉઠી શકતો નથી. હું ત્યારે ઊંઘું છું જયારે અક્ષય ઉઠી જાય છે. તેમનો દિવસ ખૂબ જ વહેલો શરૂ થાય છે. જ્યારે હું કામ કરવાનું શરૂ કરું છું, ત્યારે તે પૅક અપ કરી દે અને ઘરે જતા રહે છે.
શાહરુખે કહ્યું, અક્ષય સાથે કામ કરવું મજેદાર હશે. પરંતુ હું રાત્રે કામ કરનારો વ્યક્તિ છું. મોટાભાગના લોકો મારી જેમ રાત્રે કામ કરવાનું પસંદ કરતા નથી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code