અક્ષય કુમારે લોકસભા ચૂંટણી લડવાની ના પાડી

અટલ સમાચાર, ડેસ્ક બોલીવુડ એક્ટર અક્ષય કુમારે લોકસભાની ચૂંટણી લડવાની અટકળોને અટકાવી દીધી છે. ખિલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમારે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ લોકસભાની ચૂંટણીમાં કોઈપણ પક્ષ માટે લડશે નહીં. મીડિયામાં એવી ખબરો આવી રહી છે કે તેઓ ભાજપની ટિકિટ પંજાબની વીવીઆઈપી બેઠક અમૃતસરથી ચૂંટણી લડી શકે છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જયારે
 
અક્ષય કુમારે લોકસભા ચૂંટણી લડવાની ના પાડી

અટલ સમાચાર, ડેસ્ક

બોલીવુડ એક્ટર અક્ષય કુમારે લોકસભાની ચૂંટણી લડવાની અટકળોને અટકાવી દીધી છે. ખિલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમારે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ લોકસભાની ચૂંટણીમાં કોઈપણ પક્ષ માટે લડશે નહીં. મીડિયામાં એવી ખબરો આવી રહી છે કે તેઓ ભાજપની ટિકિટ પંજાબની વીવીઆઈપી બેઠક અમૃતસરથી ચૂંટણી લડી શકે છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જયારે અક્ષયને પૂછવામાં આવ્યું કે તમારી રાજકારણમાં આવવાની કોઈ યોજના છે? જવાબમાં, તેમણે કહ્યું કે રાજકારણ એ મારો એજન્ડા નથી. મને લાગે છે કે હું મારી ફિલ્મો દ્વારા જે કરી રહ્યો છું, તે ક્યારેય રાજકારણ દ્વારા કરી શકીશ નહીં.

16 મી માર્ચના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ભાજપની લોકસભાની ચૂંટણી માટે ‘હું એક ચોકીદાર’ અભિયાન હેઠળ અક્ષય કુમારને પણ ટેગ કર્યુ હતું. અગાઉ, વડાપ્રધાન મોદીએ લોકોને લોકસભાની ચૂંટણી માટે મતદાન વિશે લોકોને જાગૃત કરવા માટે ટ્વિટર દ્વારા અક્ષય કુમારને સિફારીસ કરી હતી. અક્ષય કુમારે થોડા સમય પછી વડા પ્રધાન મોદીને પ્રતિક્રિયા પણ આપી હતી. હિન્દી ફિલ્મોની અભિનેત્રી મૌસમી ચેટર્જીએ તાજેતરમાં ભાજપના પક્ષમાં આવ્યા હતા. લોકસભા ચૂંટણીમાં ભાજપ તેમને પશ્ચિમ બંગાળના ઉમેદવાર તરીકે લઈ શકે છે. મોસમી ચેટર્જી બંગાળમાં ખૂબ લોકપ્રિય છે અને બીજેપી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી ક્ષેત્રે મોકલવાનો નિર્ણય લઈ શકે છે. ઉપરાંત, ગુરુદાસપુરમાં વિનોદ ખન્નાની પારંપરિક બેઠક પરથી તેમના પુત્ર અક્ષય ખન્નાને બીજેપી ટિકિટ આપી શકે છે. અક્ષય કુમારે એરલિફ્ટ, ટોયલેટ એક પ્રેમ કથા, પેડમેન, ગોલ્ડ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, જે દેશભક્તિ અને સામાજિક મુદ્દાઓ પર આધારિત છે.