અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’એ પહેલા દિવસે ૨૧.૫૦ કરોડની કમાણી

અટલ સમાચાર, ડેસ્ક અક્ષય કુમાર અને પરિણીતી ચોપરાની ફિલ્મ ‘કેસરી’એ રિલીઝ થતા જ બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ સાબિત થઈ છે. ફિલ્મે પહેલા જ દિવસે ભારતમાં ૨૧.૫૦ કરોડની કમાણી કરી લીધી છે. આ વાતની જાણકારી ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટિ્વટર અકાઉન્ટ પર શેર કરી હતી.
 
અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’એ પહેલા દિવસે ૨૧.૫૦ કરોડની કમાણી

અટલ સમાચાર, ડેસ્ક

અક્ષય કુમાર અને પરિણીતી ચોપરાની ફિલ્મ ‘કેસરી’એ રિલીઝ થતા જ બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ સાબિત થઈ છે. ફિલ્મે પહેલા જ દિવસે ભારતમાં ૨૧.૫૦ કરોડની કમાણી કરી લીધી છે. આ વાતની જાણકારી ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટિ્‌વટર અકાઉન્ટ પર શેર કરી હતી. તરણ આદર્શે ટિ્‌વટ કરતા લખ્યું, ‘કેસરી’એ બોક્સઓફિસ પર આગ લગાડી દીધી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૯ની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર રહી છે. હોળીના કારણે સવારે અને બપોરે લિમિટેડ શોઝ હતા પણ સાંજના શોમાં ફિલ્મે ધમાકેદાર કલેક્શન કર્યું છે. આ ફિલ્મે પહેલા જ દિવસે ૨૧.૫૦ કરોડ કમાઈ લીધા છે.