અલ્પેશ ઠાકોરે લીધી વિજય રૂપાણીની મુલાકાત : અંદાજે 30 મિનિટ ચર્ચા થઇ

અટલ સમાચાર,ગાંધીનગર તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડયુ હતુ. તો બીજી તરફ આજે રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરતા ફરી એક વખતે અલ્પેશ ભાજપમાં જોડાઈ રહ્યો હોવાની ચર્ચાને લઇ ગુજરાતનું રાજકારણ ગરમાઇ રહયુ છે. મહત્વનું છે કે, એકતા યાત્રા દરમિયાન અલ્પેશ ઠાકોરે ભાજપના
 
અલ્પેશ ઠાકોરે લીધી વિજય રૂપાણીની મુલાકાત : અંદાજે 30 મિનિટ ચર્ચા થઇ

અટલ સમાચાર,ગાંધીનગર

તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડયુ હતુ. તો બીજી તરફ આજે રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરતા ફરી એક વખતે અલ્પેશ ભાજપમાં જોડાઈ રહ્યો હોવાની ચર્ચાને લઇ ગુજરાતનું રાજકારણ ગરમાઇ રહયુ છે. મહત્વનું છે કે, એકતા યાત્રા દરમિયાન અલ્પેશ ઠાકોરે ભાજપના નેતા શંકર ચૌધરી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પણ એવી હવા ઉડી હતી કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યો છે. જોકે, બાદમાં તેણે સ્પષ્ટતા કરી હતી આ ફક્ત સૌજન્ય મુલાકાત હતી.

સુત્રો તરફથી મળતી માહિતિ મુજબ ધવલસિંહ ઝાલાને સાબરકાંઠા પોલીસ પરેશાન કરતી હોવાથી, રજુઆત કરવા માટે કોંગ્રેસના બંને ધારાસભ્યોએ વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. આ મામલે બંને ધારાસભ્યોએ સીએમ રૂપાણી સમક્ષ રજુઆત કરી છે. બંનેએ રજુઆત કરી છે કે પોલીસ તેમની ખોટી હેરાનગતી બંધ કરે.

મુલાકાત દરમિયાન સીએમ રૂપાણી અને અલ્પેશ ઠાકોર વચ્ચે અડધો કલાક સુધી ચર્ચા ચાલી હતી. ભાજપના નેતા બાદ અલ્પેશે હવે સીએમ રૂપાણી સાથે મુલાકાત કરતા એવી ચર્ચાઓ જોર પકડયુ છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ જશે. સીએમના નિવાસસ્થાને જ ત્રણેય નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. જોકે, મુલાકાત બાદ અલ્પેશે ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા આવું કંઈ જ ન હોવાનું જણાવ્યું હતું.