એલર્ટ@અંબાજી: આતંકી હુમલાની દહેશતથી મંદીરમાં ચાંપતો બંદોબસ્ત

અટલ સમાચાર, અંબાજી (રિતિક સરગરા) યાત્રાધામ અંબાજીમાં આંતકવાદી હુમલા અને 15મી ઑગસ્ટ સ્વતંત્રપર્વને લઇ સુરક્ષામાં વધારો કરાયો છે. કાશ્મીરમાં 370 અને 35 A નાબૂદ કર્યા બાદ આતંકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. અંબાજી મંદિર Z કેટેગરીની સુરક્ષા ધરાવતું મંદિર છે જ્યાં રોજિંદા હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ રહેતી હોય
 
એલર્ટ@અંબાજી: આતંકી હુમલાની દહેશતથી મંદીરમાં ચાંપતો બંદોબસ્ત

અટલ સમાચાર, અંબાજી (રિતિક સરગરા)

યાત્રાધામ અંબાજીમાં આંતકવાદી હુમલા અને 15મી ઑગસ્ટ સ્વતંત્રપર્વને લઇ સુરક્ષામાં વધારો કરાયો છે. કાશ્મીરમાં 370 અને 35 A નાબૂદ કર્યા બાદ આતંકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. અંબાજી મંદિર Z કેટેગરીની સુરક્ષા ધરાવતું મંદિર છે જ્યાં રોજિંદા હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ રહેતી હોય છે.

એલર્ટ@અંબાજી: આતંકી હુમલાની દહેશતથી મંદીરમાં ચાંપતો બંદોબસ્ત

બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આતંકવાદી હુમલાની દહેશત અને આગામી 15મી ઑગસ્ટ સ્વતંત્ર પર્વને લઇ સુરક્ષામાં વધારો કરાયો છે. તાજેતરમાં જ સરકાર ઘ્વારા કાશ્મીરમાં 370 અને 35 A નાબૂદ કર્યા બાદ આંતકવાદી હુમલાની દહેશતના કારણે આ નિર્ણય લેવાયો છે. કોઈ અસામાજિક તત્વો પગ પેસારો કરી ન જાય કે કોઈ હુમલા જેવી ઘટના ન બને તે માટે મંદિરના તમામ પોઇન્ટ ઉપર પોલીસકર્મીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

એલર્ટ@અંબાજી: આતંકી હુમલાની દહેશતથી મંદીરમાં ચાંપતો બંદોબસ્ત

સુત્રોએ જણાવ્યુ હતુ કે, Z કેટેગરીની સુરક્ષા ધરાવતા અંબાજી મંદિરમાં આધુનિક હથિયારો સહિત પોલીસકર્મીઓ ફરજ પ્રત્યે સતર્ક કરવામાં આવ્યા છે. સાથે સુરક્ષાકર્મીઓની સલામતી માટે પણ મંદિર પરીસરમાં 5 નવા મોરચા બનાવમાં આવ્યા છે.જ્યાં બીડીડીએસ સહિત QRT ટીમો સધન તસ કામગીરી કરી રહી છે