આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,અંબાજી (રિતિક સરગરા)

હાલમાં ગુજરાત પોલીસને આંતકવાદી ઘુસ્યા હોવાના મળેલા ઇનપુટના પગલે રાજ્યભરની પોલીસ ચોકન્ની બની છે. એટલું જ નહીં રાજ્યની આંતરરાજ્ય સરહદી બોર્ડર ઉપર સુરક્ષા પણ વધારી દેવામાં આવ્યું છે. અંબાજી નજીક આવેલી ગુજરાત -રાજસ્થાન બોર્ડર ઉપર હાલ સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર પોલીસ નો સતત પહેરો વધારી દેવામાં આવ્યો છે.

અંબાજીની છાપરી ચેક પોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા તમામ વાહનોને ચીવટ પૂર્વક તપાસવામાં આવી રહ્યા છે. થોડા દિવસ બાદ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે.

મેળામાં આવતા યાત્રિકોને કોઇ નુકસાન ન થાય તેને લઇ પોલીસે સુરક્ષા વધુ સધન કરી છે. રાજસ્થાનથી ગુજરાતમાં આવતા વાહનોને સાથે સીસીટીવી કેમેરા દ્વારા પણ નજર રાખવામાં આવી રહ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code