આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અંબાજી (રિતીક સરગરા)

ગુજરાતમાં કેટલાક આંતકવાદી પોતાના બદઇરાદા સાથે ઘૂસ્યા હોવાના આઈ.બી દ્વારા મળેલા ઇનપુટ અહેવાલ બાદ ગુજરાતને જોડતી સરહદી વિસ્તારની પોલીસ ચોકીઓને સતર્ક કરી દેવામાં આવી છે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોને તપાસવામાં આવી રહ્યા છે.

અંબાજી થી માત્ર 4 કિલોમીટર દૂર ગુજરાત રાજસ્થાનની બોર્ડર છાપરી ચેકપોસ્ટે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હથિયારી પોલીસ સહીત અન્ય પોલીસ જવાનો રાજસ્થાન તરફથી અંબાજી ગુજરાતમાં પ્રવેશતા શંકાસ્પદ વાહનોને તપાસવામાં આવી રહ્યા છે. પોલીસકર્મીઓ લક્ઝરી બસ જેવા વાહનોને પણ તપાસવામાં આવી રહ્યા છે.

છાપરી ચેકપોસ્ટ પર બે સીસીટીવી કેમેરા ગોઠવામાં આવેલા છે જે આવનાર વાહનો ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કાશ્મીરમાં 370 કલમ દૂર કર્યા બાદ હુમલાની દહેશતના પગલે ઉચ્ચઅધિકારીઓ દ્વારા એલર્ટના મેસેજ મળતા સુરક્ષાને વધુ સધન કરવામાં આવી છે. સાથે પોલીસ વાહન સહીત સુરક્ષા કર્મીઓની સંખ્યા માં પણ વધારો કરાયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code