હવામાન@દેશ: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનની ચેતવણી

 
હવામાન
 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે વાવાઝોડાની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશના વિવિધ ભાગોમાં હવામાનનો મિજાજ બદલાયો છે. દક્ષિણ અને પૂર્વ ભારતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ તેમજ તોફાની પવનો ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 9 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ જાહેર કર્યું છે. ચોમાસાના અંતિમ તબક્કામાં હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 9 રાજ્યો માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે.આ સમયગાળા દરમિયાન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા અને છત્તીસગઢમાં તેજ પવન ફૂંકાઈ શકે છે. દિલ્હીમાં હાલમાં વરસાદની આગાહી નથી. પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે.

2 રાજ્યોમાં હિમવર્ષાથી જાહેર મુશ્કેલીઓ વધવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન દરિયાકાંઠાની નજીક રહેતા માછીમારોને સુરક્ષિત સ્થળોએ જવાની સલાહ આપવામાં આવી છે. પૂર્વી ભારતના કેટલાક જિલ્લાઓમાં વીજળી અને વાવાઝોડાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર અને ચક્રવાતી પરિભ્રમણના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદ અને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની ચેતવણી જાહેર કરાઈ છે. ખાસ કરીને પૂર્વીય રાજ્યોમાં ગાજવીજ અને વીજળી પડવાની ઘટનાઓથી મુશ્કેલીઓ વધી શકે છે. જ્યારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન જેવા પહાડી તથા ઉત્તરીય રાજ્યોમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવા વરસાદ અને કેટલાક સ્થળોએ હિમવર્ષાની સંભાવના છે.