આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

તાજેતરમાં થયેલ લોકરક્ષક ભરતીમાં કેટલાક ઉમેદવારોએ આદીવાસી હોવાનુ બનાવટી સર્ટી રજુ કર્યુ હોવાનો સનસનીખેજ આક્ષેપ સાથે રજૂઆત થતા ખળભળાટ મચી ગયો છે. ખેડબ્રહ્મા પંથકના આદીવાસી સમાજે આવેદનપત્ર પાઠવી રબારી, ભરવાડ અને ચારણ જાતિના ઉમેદવારોને લઇ ગંભીર સવાલો ઉભા કરતા પંથકમાં ભરશિયાળે ગરમાવો આવી ગયો છે. માલધારી સમાજ લોકરક્ષક ભરતી સામે ખોટા ધરણા કરતા હોવાનો આરોપ મુકતા સામાજીક હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા-પોશીના પંથકના આદીવાસી સમાજે પોલીસ ભરતીને લઇ તંત્ર સમક્ષ સામાજીક ગરમાવો ઉભી કરતી રજૂઆત કરી છે. જેમાં કેટલાક ઉમેદવારોએ પોલીસ ભરતીમાં અનુસુચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રો રજૂ કર્યા હોવાની વાત જણાવી છે. આવા ઉમેદવારોના પ્રમાણપત્રો ચકાસતા આદિજાત વિભાગે ખોટા સાબિત થયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આથી તેઓની સામે પોલીસ કેસ દાખલ કરવા સ્થાનિક વહીવટી મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

સમસ્ત આદિવાસી સમાજના લેટરપેડ ઉપર રજૂઆત કરી માલધારી સમાજના લોકરક્ષક ભરતીને લઇ થતાં આંદોલન વિરૂધ્ધ સવાલો ઉભા કર્યા છે. જેમાં ગીર, બરડા અને આલેચ સિવાયના રબારી, ભરવાડ તેમજ ચારણ જાતિના લોકો ઓબીસી વર્ગના હોવાનું જણાવાયુ છે. આ ત્રણેય જાતિના પરિવારો બક્ષીપંચમાં હોવાથી આદીવાસીની કાઢવા ભારત સરકારને દરખાસ્ત કરવાનો ઉલ્લેખ કરતાં સામાજીક સમરસતા સામે ગંભીર સ્થિતિ ઉભી થઇ છે. આદીવાસી સમાજના આગેવાનોએ અન્ય સમાજના ઉમેદવારો એસ.ટી.નું પ્રમાણપત્ર બનાવટી મેળવતા હોવાના સવાલો ઉભા કરતા ચોંકાવનારી સ્થિતિ બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code